સિહોર શહેરમા ગઇકાલે વહેલી સવારથીજ બમ બમ ભોલેના નાદ સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઇ હતી જેમાં સિહોરના અલગ-અલગ શિવમંદિરોની અંદર બમ બમ ભોલેના નાદ સાથે શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી ત્યારે સિહોરમાં આવેલા શિવ મંદિરની અંદર શિવભક્તો દ્વારા શિવલીંગ ઉપર દૂધ, પાણી, નાળિયેર વગેરે ચડાવામાં આવ્યા હતા અને બમ બમ ભોલે નાથ સાથે ભોલેનાથની લોકોએ ભાંગની પ્રસાદી પણ લીધી હતી. સિહોરમાં આવેલ દક્ષિણાભિમુખ રામનાથ મહાદેવના મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વના દિવસે યજ્ઞનું પણ આયોજન થયુ હતુ જેમાં યજમાનોએ યજ્ઞમાં ભાગ લીધો હતો અને બમ-બમ ભોલેના નાદ સાથે મહાશિવરાત્રીની ઉજવણી થઇ હતી જ્યારે રાત્રે શિવાલયની અંદર હર હર ભોલે, ઓમ નમઃ શિવાયના નારા સાથે શિવજીની આરતી કરવામાં આવશે આ ઉપરાંત દિવસ ભર મંદિરોમાં ભાવિકો દ્વારા પૂજન, અર્ચન, લઘુરુદ્ર સહિતનો લાભ લીધો હતો અને આસ્થાભેર મહા શિવરાત્રીની ઉજવણી કરી હતી.