દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ડી.પી.પટેલ વય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયોભ હતો ડી.પી.પટેલ વય નિવૃત થતા મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી એસ એમ બારીયા ની અધ્યક્ષતા માં યોજાયો હતો જેમાં દાહોદ જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘના પ્રમુખ અને બક્ષીપંચ આશ્રમશાળા વડેલા ના આચાર્ય પંકજભાઈ બી પટેલ તથા દાહોદ જિલ્લા બક્ષીપંચ આશ્રમશાળા ના તમામ આચાર્ય તેમજ શૈક્ષણિક બિનશૈક્ષણિક તેમજ સ્ટાફ હાજર રહ્યો હતો વય નિવૃત થતા ડી.પી.પટેલ ને વડેલા આશ્રમના આચાર્ય પંકજભાઈ પટેલ તથા મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી એસ એમ બારીયા એ સાફો કોટી ચાંદીનું ભોરિયું તીરકામઠું ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી શ્રીફળ આપી વિદાય આપવામાં આવી હતી તેવી જ રીતે નવા હાજર થનાર સમાજ કલ્યાણ અધિકારી મન્સુરીનું પણ સાપો કોટી ચાંદીનું ભોરિયું તીર કામઠા તેમજ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આમ આશ્રમ શાળાઓ દ્વારા બંને અધિકારીઓનું ભવ્યાતિભવ્ય સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું.
તસવીર અભેસિંહ રાવલ દાહોદ