RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩૧૮. અંધારી ગલીમાં સફેદ ટપકાંની રચના કોના દ્વારા કરવામાં આવી છે ?
– હિંમાંશી સેલત
૩૧૯. ભારતીય વિદ્યાભવન દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ?
– નવનીત સમર્પણ
૩ર૦. ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા અર્થ શબ્દકોશનું પ્રકાશન કોના દ્વારા કરવામાં આવ્યું છે ?
– ગુજરાત વિદ્યાપીઠ
૩ર૧. મહાકવીનું બિરૂ મેળવનાર મધ્યયુગના ગુજરાતી આખ્યાનકાર કોણ હતા ?
– પ્રેમાનંદ
૩રર. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે ?
– કરણઘેલો
૩ર૩. ભીષણ દુષ્કાળને નિરૂપતી ગુજરાતી નવલકથા કે જેના ઉપરથી ફીલ્મ બનેલ છે તે છે……
– માનવીની ભવાઈ
૩ર૪. ‘ગુજરાતી લઘુકથાના જનક’ તરીકે કોને ગણવામાં આવે છે ?
– મોહનભાઈ પટેલ
૩રપ. હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલા વ્યાપકરણના ગ્રંથનું નામ શું છે ?
– સિદ્ધહેમ
૩ર૬. ‘કલાપીનો કેકારવ’ કોની રચના છે ?
– સુરસિંહજી ગોહિલ
૩ર૭. ગુજરાતી ભાષાનું પ્રથમ હાઈકુ કોણે લખ્યું છે ?
– સ્નેહરશ્મિ
૩ર૮. ગુજરાતનો ઈતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે ?
– એદલજી ડોસાભાઈ
૩ર૯. ગુજરાત વિધાનસભાના નામે ઓળખાતી સંસ્થા કયા નામે શરૂ થઈ
– ગુજરાત વર્નાકયુલર સોસાયટી
૩૩૦. ‘ભાગવદ્ગોમમંડળ’ કેટલા ભાગમાં બહાર પડયું છે ?
– નવ
૩૩૧. ‘અમીર નગરીના ગરીબ ફકીર’નું બિરૂદ નીચેનામાંથી કોને મળ્યું છે ?
– ઈન્દુલાલ યાજ્ઞિક
૩૩ર. ‘લોહીની સગાઈ’ કયા પ્રકારની સાહિત્યિક રચના છે ?
– નવલિકા
૩૩૩. નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ?
– સાહિત્ય
૩૩૪. બાળસાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા ?
– ગિજુભાઈ બધેકા
૩૩પ. ‘પગરખુ’ શબ્દનો સમાસ ઓળખાવો.
– તત્પુરૂષ
૩૩૬. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ‘ખડતલ’નો વિરૂદ્ધાર્થી છે ?
– મુડદાલ
૩૩૭. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ‘યાચક’નો વિરૂદ્ધાર્થી છે ?
– દાતા
૩૩૮. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ‘સુક્ષ્મ’ નો વિરૂદ્ધાર્થી છે ?
– સ્થુલ
૩૩૯. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ‘કાળોત્રી’નો વિરૂદ્ધાર્થી છે ?
– કંકોત્રી
૩૪૦. ‘તલવાર તાણવી’ રૂઢિપ્રયોગનો અર્થ શોધો
– સંઘર્ષમાં ઉતરવું
૩૪૧. ‘ગણી શકાય નહીં તેટલુ’ શબ્દ્યસમુહનો અંક શબ્દ શોધો
– અગણિત
૩૪ર. ‘મુછનો દોર ફુટવો’ – રૂઢિપ્રયોગનો અર્થ શોધો
– જુવાની આવવી
૩૪૩. ‘બાંધી મુઠી લાખની’ કહેવતનો અર્થ દર્શાવવો. – રહસ્ય છુપાવેલુ હોય ત્યાં સુધી મહત્વનું હોય
૩૪૪. ‘કાયા’ માટે ઉપયુકત ઉપમાં દર્શાવવો.
– કંચન જેવી
૩૪પ. ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો બેંગ્લુરુમાં ભારતીય ટીમનો વિજય…… હતો.
– અણધાર્યો