બિડેને સ્ટેટ ઓફ ધ યુનિયનના સંબોધનમાં રશિયાને ચેતવણી આપી : અમેરિકા અને તેના સાથી દેશો યુક્રેનની જમીનના એક-એક ઈંચની રક્ષા કરશે, પુતિન યુદ્ધના મેદાનમાં ભલે આગળ રહે, પરંતુ તેણે મોટી કિંમત ચૂકવવી પડશે
વાશિંગ્ટન,તા.૨
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બાઇડનનું સ્ટેટ ઓફ ધ યુનિયન એડ્રેસ કર્યુ હતુ. જેમાં બાઇડને કહ્યું કે, રશિયાએ યુક્રેનમાં યુદ્ધ કરીને મોટી ભૂલ કરી છે. રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન બાઇડનનું આ પ્રથમ સ્ટેટ ઓફ ધ યુનિયન એડ્રેસ હતુ. બિડેનના સંબોધન દરમિયાન યુક્રેનના રાજદૂત પણ ત્યાં હાજર હતા. આ સંબોધનમાં બાઇડને કહ્યું કે, પુતિન આ સમયે દુનિયાથી એટલા અલગ એકલા થઈ ગયા છે જેટલા તે પહેલા ક્યારેય નહોતા. તેમણે કહ્યું કે, યુરોપિયન યુનિયનના લગભગ ૨૭ દેશો હાલમાં યુક્રેનની સાથે છે. રાષ્ટ્રપતિ બિડેને સ્ટેટ ઓફ ધ યુનિયનના સંબોધનમાં રશિયાને ચેતવણી આપી હતી કે, આ યુદ્ધ ઇતિહાસમાં નોંધવામાં આવશે. તેમણે કહ્યું કે, અમેરિકા અને તેના સાથી દેશો યુક્રેનની જમીનના એક-એક ઈંચની રક્ષા કરશે. પુતિન યુદ્ધના મેદાનમાં ભલે આગળ રહે, પરંતુ તેણે તેની ભારે કિંમત ચૂકવવી પડશે. બાઇડને યુએસ સંસદમાં કહ્યું હતું કે, જો રશિયન દળો પશ્ચિમ તરફ આગળ વધશે તો તેમને યોગ્ય જવાબ મળશે. અમે યુક્રેનના લોકો સાથે ઉભા છીએ. પુતિને જાણી જોઈને યુક્રેન પર હુમલો કર્યો છે. પુતિનને કોઈ દેશ છીનવા નહીં દે. આ લોકશાહી અને સરમુખત્યારશાહી વચ્ચેનું યુદ્ધ છે. બાઇડને કહ્યું કે, વ્લાદિમીર પુતિનને ખબર ન હતી કે, યુક્રેન આટલો સખત પડકાર આપશે. અમેરિકાએ તમામ રશિયન ફ્લાઇટ્સ માટે તેની એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે. પુતિને મુક્ત વિશ્વના વિચાર પર હુમલો કર્યો છે. બાઇડેને કહ્યું હતું કે, યુએસ અને નાટો યુક્રેનને ઇં૧ બિલિયનની નાંણાકીય સહાય આપી રહ્યા છે. અમારી સેના યુક્રેનમાં સીધી દખલ નહીં કરે. આ સિવાય અમે યુક્રેનની મદદ માટે શક્ય તમામ પ્રયાસ કરીશું. જ્યાં રશિયાનો ખતરો છે ત્યાં નાટો સેના તૈનાત કરવામાં આવી છે. પુતિન યુક્રેનને નિરોધતા અંગે ચેતવણી આપતા રહ્યા. હવે આ આખો મામલો અનેક મુદ્દાઓને ભેળવીને એટલો મોટો થઈ ગયો છે કે, બંને દેશો યુદ્ધના મેદાનમાં આમને-સામને આવવા લાગ્યા છે. જોકે, સોવિયત સંઘના પતન પછી તમામ વિવિધ રાષ્ટ્રો વચ્ચેના વણસેલા સંબંધો અને અસ્વસ્થ સંબંધો પાછળના કેટલાક કારણો છે. ક્યાંક આ ઉભરતા દેશો વચ્ચે તણાવ હતો તો ક્યાંક આક્રમકતા હતી. રશિયા સાથેના તેમના સંબંધો વધુ દાદાગીરી હોવાનું લાગ્યું. દોઢ દાયકા પહેલા સોવિયેત સંઘના વિઘટન પછી રશિયા પોતે ડગમગી રહ્યું હતું, પરંતુ જેમ જેમ તે સ્વસ્થ થયું અને તેણે આર્થિક અને સૈન્ય શક્તિ એકઠી કરીને પોતાની જાતને એક મોટી શક્તિ તરીકે સ્થાપિત કરી છે. રશિયા યુક્રેન યુદ્ધ થવાના પાંચ મોટા કારણો છે. જેના કારણે રશિયા યુક્રેનથી નારાજ થવા લાગ્યુ અને સ્થિતિ યુદ્ધ સુધી પહોંચી ગઈ.