ધાંધલ ધમાલ વચ્ચે જિ.પંચાયતનું ૪૧૮ કરોડનું પુરાંતલક્ષી બજેટ મંજૂર

63

વર્ષ દરમિયાન કુલ રૂા.૧૪૭૪.૪૧ કરોડની આવકની સામે ખર્ચ રૂા.૧૦૫૫.૫૯ રહેશે : વિપક્ષે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા સાબિત કરી આપવાની ચેલેન્જ ફેંકતા જિલ્લા પંચાયત પ્રમુખ : ભ્રષ્ટાચાર સાબિત થાય તો પંચાયતનું પગથીયું નહીં ચડુ-પ્રમુખ રોષે ભરાયા

ભાવનગર જિલ્લા પંચાયતની ખાસ સાધારણ સભા પ્રમુખ ભરતસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને મળી હતી આ સભામાં જિલ્લા પંચાયતનું જેમાં જિલ્લા પંચાયત ભાવનગર સને-૨૦૨૧-૨૨ના વર્ષનું સુધારેલ અને આગામી વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષનું અંદાજપત્ર રજુ થયુ હતું. જેમાં સરકારી પ્રવૃત્તિ સ્વભંડોળની આવક મળીને કુલ સુચિત અંદાજીત આવક રૂા. ૧૦૭૧.૮૭ કરોડ તતા ખુલતી સિલક રૂા.૪૦૨.૫૪ કરોડ મળી કુલ રૂા.૧૪૭૪.૪૧ કરોડની સામે રૂા.૧૦૫૫.૫૯ કરોડના ખર્ચની જોગવાઈઓ કરી વર્ષના અંતે રૂા.૪૧૮.૮૨ કરોડની પુરાંત લક્ષી બજેટ આજની સભામાં રજુ થયુ હતું. જે અંગે સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સદસ્યોએ ચર્ચા વિચારણા કરી સર્વાનુમતે બજેટ મંજુર કરવામાં આવ્યુ હતું.

આજે મળેલી બેઠકમાં જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા પદુભા ગોહિલ સહિતના કોંગ્રેસના સભ્યોએ ભારે દેકારો મચાવ્યો હતો. જણાવ્યુ હતું કે દર ત્રણ માસે સાધારણ સભા મળવી જોઈએ પરંતુ છેલ્લા ચાર માસથી સભા મળી નથી આ ઉપરાંત આ બેઠક ખાસ બેઠક તરીકે જાહેર થતા પ્રશ્નોત્તરી માટે સમય નહી અપાતા કોંગ્રેસના સભ્યોએ ભારે દેકારો મચાવ્યો હતો. અને લોકોના કામો થતા નથી અને લોકોના કામો બાબતે ચર્ચા થતી નથી. આ બજેટ આકડાકીય માયાજાળવાળુ છે બજેટમાં ખેડુતોને નવુ કાઈ અપાયું નથી જિલ્લાભરમાં રોડ, આરોગ્ય, શિક્ષણલક્ષી કોઈ નવી યોજના જાહેર થઈ નથી. વિપક્ષના નેતા પદુભાએ જણાવ્યુ હતું કે પ્રમુખ પોતે કહે છે કે મારી મનમાની ચાલશે. ખરેખર આ વ્યાબી નથી ચાર ચાર માસ સુધી સભા બોલાવવામાં ન આવે અને લોક પ્રશ્નો પણ સાંભળવામાં ન આવે તે યોગ્ય નથી. વિપક્ષના સભ્યોએ જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો પણ કર્યા હતા.

તેના જવાબમાં પત્રકારોને સંબોધતા પ્રમુખ ભરતસિંહ ગોહિલે ઉગ્ર ભાષામાં જણાવ્યુ હતું કે મારા એક વર્ષના શાસનમાં એક પણ રૂપીયાનો ભ્રષ્ટાચાર થયો હોય અને કોઈ સાબીત કરી દે તો હું ભાવનગર જિલ્લા પંચાયતનું પગથીયું નહી ચડું તેમ જણાવ્યુ હતું તેમજ વધુમાં જણાવ્યુ હતું જિલ્લામાં રોડ-રસ્તા, પિવાના પાણી, ગટર સહિત ભાવનગરનો વિકાસ થાય તે માટે વિકાસલક્ષી યોજનાઓ જાહેર થઈ છે છેવાડાના માણસ સુધી સરકારી લાભ પહોચે તે માટેની કામગીરી થઈ રહી છે. કોંગ્રેસ વિરોધ કરી શકે છે. પણ જેણે ભ્રષ્ટાચાર કર્યા હોય કામો ન થતા હોય તેની સામે વિરોધ કરે તેમ પ્રમુખે જણાવ્યું હતું. આજની મળેલી સભામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે ભારે દેકારા પડકારા અને તુ.. તુ.. મે.. મે.. થવા પામી હતી.
જ્યારે આજે મળેલી બજેટ બેઠકમાં પ્રમુખે પોતાના નિવેદનમાં જે નવી યોજનાઓ જાહેર થઈ છે તેનો ઉલ્લેખ પણ કર્યો છે. જેમાં ખાસ કરીને ઈ – ગ્રામ સેન્ટર્સનું આધુનિકરણ રૂા.૧૦.૦૦ લાખ , સ્વતંત્ર ભારતને સૌ પ્રથમ પોતાનું રાજ્ય અર્પણ કરનાર પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની યાદગીરી લોકોમાં રહે તે માટે લોકશાહીની પાયાની સંસ્થા તરીકે જી.પં દ્વારા મહારાજાશ્રીના જન્મદિનની ઉજવણી માટે રૂા.૫.૦૦ લાખ , લોક સંવાદ સેતુ રૂા.૧૦.૦૦ લાખ , પ્રાથમિક શાળાઓમાં લાઈબ્રેરી સુવિધા રૂા .૧૦.૦૦ લાખ , પી.એચ.સી.રીપેરીંગ તથા ખુટતી સુવિધા રૂા.ર ૦.૦૦ લાખ , પશુચારા માટેનું નેપીયર ઘાસના વાવેતર માટે પ્રોત્સાહન સબસીડી ( ૧૦૦ એકરની મર્યાદામાં પ્રતિ એકર રૂા .૫૦૦૦ / -ની સહાય ) માટે રૂ.૫.૦૦ લાખ અને નાના સીમાંત ખેડૂતો માટે તાડપત્રી ૈં – દ્ભરીઙ્ઘેં ર્િંટ્ઠઙ્મ ના ડ્રો માંથી રાજ્ય સરકારના ટાર્ગેટ બાદ બાકી રહેતી અરજીઓમાંથી ( રાજ્ય સરકારની જોગવાઈઓને આધીન ૫૦૦ ખેડૂતોને ) માટે ૭.૫૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે . આગામી વર્ષમાં રાજ્ય અને કેન્દ્ર પુરુસ્કૃત યોજનાઓ , ૧૫ મું નાણાપંચ અને સ્વભંડોળના સુભગ સમન્વયથી ભાવનગર જિલ્લાની ગ્રામ્ય વિસ્તારના લોકો માટે રસ્તા , પાણી , ગટર , સિંચાઈ અને સફાઈ જેવી પાયાની સુવિધા ઉપરાંત પ્રથમિક શિક્ષણ , આરોગ્ય અને આંગણવાડીના બાળકો માટેની સુવિધામાં વધારો કરવામાં આવશે તેમજ ખેડૂતો અને પશુપાલકોની આર્થિક પ્રગતિ થાય તેવું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત પછાત વર્ગના કલ્યાણ માટેની યોજનાઓના અમલીકરણ દ્વારા તેઓની સ્થિતિમાં સુધારો કરવામાં આવશે. તેમ પ્રમુખ ભરતસિંહે તેમના નિવેદનમાં જણાવ્યુ હતું. આજે મળેલી સભામાં કુલ ૬ જેટલા ઠરાવોે રજુ થયા હતા જેને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા જ્યારે અધ્યક્ષસ્થાનેથી એક પણ ઠરાવ રજુ થયો ન હતો. મળેલી સભામાં ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ સિહોરા, કારોબારી ચેરમેન પ્રવિણભાઈ વાળા, વિરોધપક્ષના નેતા પદુભા ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા સહિતના પદાધિકારીઓ સંબંધીત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleતુર્કિ-પાક. છાત્રોએ તિરંગો બતાવીને ચેક પોસ્ટ પાર કરી
Next articleભાવનગરમાં સહકારી ક્ષેત્રે પગપેસારાથી સમગ્ર રાજયમાં ભાજપના નવા અધ્યાયનો પ્રારંભ