મહુવા તાલુકાના કાટીકડા સંજીવની આશ્રમે આગામી તા.ર-૧૦ થી પ-૧૦ વિશ્નુયાગ નિમિત્તે કાઠીયાવાડની દેહાણ જગ્યાઓના મહંતોની હાજરીમાં તુલસીશ્યામ ધામના મહંત બાલકૃષ્ણદાસબાપુ તેમજ શિષ્યા હરીચરણદાસબાપુ દ્વારા આમંત્રણને માન આપી દેહાણ જગ્યાઓના મહંતો મોરારીબાપુ, દાન મહારાજ (ચલ્લાળા)ની જગ્યાના મહંત વલ્કુબાપુ, સુર્યદેવળના મહંત પૂજ્ય શાંતિદાસબાપુ તથા પાળીયાદના ઠાકર વિહળનાથની જગ્યાના મહંત નિર્મળાબા, સત્તાધાર પીરાણાની જગ્યાના મહંત જીવરાજબાપુ, વિજયદાસબાપુ, સિહોર મોંઘીમાની જગ્યાના મહંત જીણારામબાપુ, બાબરીયાવાડની વાવડી રૂખડાબાપુની જગ્યાનમ મહંત બાબભાઈ બાપુ, સનાતન આશ્રમ કાનાતળાવના જ્યોતિમૈયા, ઉર્જામૈયા તેમજ તુલસીશ્યામ ધામની જગ્યાના મેઈન ટ્રસ્ટી પ્રતાપભાઈ સુરીંગભાઈ વરૂ ખાસ ઉપસ્થિત રહેશે. બાબરીયાવાડના કાઠી ક્ષત્રિય સમાજના ગુરૂ બાલકૃષ્ણદાસબાપુની ૧૦૦ વર્ષની ઉમર થઈ ગઈ હોવા છતાં અવાજ ઉપરથી તેને ખબર પડે છે કે આ દરબાર ક્યા ગામના અને કોના દિકરા છે. તેથી બાબરીયાવાડ, કાઠીયાવાડ, પંચાળ સુધીના સમસ્ત કાઠી દરબારો, સેવકોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.