શહેરમાં નોંધાયેલા કરતા વધુ ૧૬૬ બાળકોને પોલીયોથી રક્ષિત કરાયા

71

છેલ્લા ત્રણ દિવસમાં ડોર ટુ ડોર કામગીરીમાં ૨૫ હજાર બાળકોને પોલિયોના ટીપા પીવડાવાયા
સરકારના પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત દર વર્ષે સમગ્ર દેશમાં ઝીરો થી પાંચ વર્ષ સુધીના બાળકોને પોલીયોના ટીપા પીવડાવી રક્ષિત કરવામાં આવે છે જેના ભાગરૂપે ગત તારીખ ૨૭ ફેબ્રુઆરીના રોજ પોલીયો રવિવારની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયભરની સાથો-સાથ ભાવનગરમાં પણ પાંચ વર્ષ સુધીના નોંધાયેલા બાળકોને પોલિયોના ટીપા આવ્યા હતા ત્યારબાદ બાકી રહેલા બાળકોને ડોર ટુ ડોર પોલિયોના ટીપા પીવડાવી રક્ષિત કરાયા હતા ભાવનગર શહેરમાં પાંચ વર્ષ સુધીના નોંધાયેલા બાળકો કરતા વધુ ૧૬૬ બાળકોને પોલીયોના ટીપા પીવડાવી મહાપાલીકાના આરોગ્ય વિભાગે સો ટકા ઉપરાંત સિદ્ધિ પ્રાપ્ત કરી છે ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે પોલીયો રસીકરણ અંતર્ગત શહેરના તમામ ૧૩ વોર્ડમાં ૪૪૪ બુથ પર પોલીયો રસીકરણ કરવામાં આવ્યુ હતુ જેમાં ૩૩ ટીમોના ૧૭૧૦ સભ્યો કામે લાગ્યા હતા પ્રથમ દિવસે રવિવારે શહેરમાં નોંધાયેલા કુલ ૧૨૧૫૬૮ બાળકો પૈકી ૯૬૮૧૩ બાળકોને પોલિયોના ટીપા પીવડાવી ૭૯.૬૪ ટકા કામગીરી પૂર્ણ કરી દીધી હતી ત્યારબાદ બાકી રહેલા બાળકોને ઘરે ઘરે જઈને પોલિયોથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. જેમાં સોમવારે ૯૩૩૯, મંગળવારે ૮૪૧૪ તથા બુધવારે ૭૧૬૮ બાળકો મળી સો ટકા ઉપરાંત કામગીરી કરવામાં આવી હતી આમ નોંધાયેલા બાળકો કરતા ૧૬૬ બાળકોને પોલીયોથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા મહાપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરીને કમિશનર સહિતએ બિરદાવી હતી.

Previous articleભાવનગરમાં સહકારી ક્ષેત્રે પગપેસારાથી સમગ્ર રાજયમાં ભાજપના નવા અધ્યાયનો પ્રારંભ
Next articleત્રણ દિવસમાં બે લાખ બોરી ડુંગળી વેચાઇ