ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક સામે વેચાણ પણ વધુ
સમગ્ર દેશમાં અને રાજ્યમાં ભાવનગર જીલ્લો એ ડુંગળીનું હબ ગણાય છે. અહીં મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વાવેતર કરે છે અને તેના કારણે મબલખ ઉત્પાદન કરી સમગ્ર દેશમાં ભાવનગરની ડુંગળી વેચાય છે. હાલમાં ડુંગળીની સિઝન ચાલી રહી છે ત્યારે તાલુકા વાઈઝ માર્કેટિંગ યાર્ડમાતો ડુંગળીની હરાજી થઈ રહી છે પરંતુ ભાવનગર ખાતે ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે પરિણામે છેલ્લા ત્રણ દિવસમાં બે લાખ ઉપરાંત બોરીનુ વેચાણ થવા પામ્યુ છે અને ખેડૂતોને પુરતા પ્રમાણમાં ભાવ પણ મળી રહ્યા છે. સમગ્ર જિલ્લામાંથી ખાસ કરીને મહુવા, તળાજા, પાલીતાણા અને જેસર પંથકમાંથી ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લાવે છે માર્કેટયાર્ડમાં ડુંગળીનો પુષ્કળ ભરાવો થઈ જવા પામેલ બાદ ડુંગળી માટે નારી ચોકડી ખાતે અલગ સબ યાર્ડ પણ બનાવવામાં આવ્યું છે જેમાં હજારો બોરીઓનો ખડકલો હાલ થઇ જવા પામ્યો છે દરરોજ સવારથી બપોર સુધી ડુંગળીની હરાજી કરવામાં આવે છે જેમાં છેલ્લા ત્રણ દિવસમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે તારીખ ૨૬ના રોજ પાંસઠ હજાર ઉપરાંત, જ્યારે તારીખ ૨૮ને સોમવારે ૮૧ હજારથી વધુનું વેચાણ થયેલ આ ઉપરાંત ગઈકાલે બુધવારે ૬૫૦૦૦થી વધુ ડુંગળીની બોરીની હરાજી થવા પામેલ ડુંગળીની વક્કલ પ્રમાણે ૧૧૦ થી ૪૮૨ રૂપિયા સુધીનો ભાવ એક મણનો ખેડૂતોને મળી રહે છે.તાલુકા વાઇઝ યાર્ડમા પણ ડુંગળીનુ પુષ્કળ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. જો કે ચોમાસાની ઋતુમાં વધારે વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને બે વખત પાક નિષ્ફળ જતા જોઈએ તેટલું આ વર્ષે ઉત્પાદન થવા પામ્યું ન હોવાનું પણ સામે આવ્યું છે.