ભાવનગરમાં છઠ્ઠા દિવસ કોરોના નવા બે કેસ નોંધાયા, ૧ દર્દી ડિસ્ચાર્જ

68

શહેરમાં ૪ અને ગ્રામ્યમાં ૦ દર્દીઓ મળી કુલ ૪ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ હતી પણ છઠ્ઠા દિવસે ભાવનગર શહેરમાં ૨ કેસ નોંધાયા હતા, જેમાં એક પુરુષ અને એક સ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જ્યારે શહેરમાં એક દર્દી કોરોનાને માત આપવામાં સફળ રહ્યો હતો, ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયો ન હતો, ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. શહેરમાં ૪ અને જિલ્લામાં ગ્રામ્યમાં ૦ દર્દી મળી કુલ ૪ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૪૨ કેસ પૈકી હાલ ૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૯ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleત્રણ દિવસમાં બે લાખ બોરી ડુંગળી વેચાઇ
Next articleધંધુકા-બગોદરા હાઈવે પર ફેદરા ગામ પાસે બોલેરો જીપ-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત