શેત્રુંજી ડેમ ખાતે પાણીના પરબનું થયેલુ લોકાર્પણ

208

શેત્રુંજી ડેમ ખાતેની પ્રાથમિક શાળા જુના કેમ્પસ ખાતે મુંબઈ સ્થિત દાતા સુરજબેન ચુનીલાલ શાહની સખાવતથી શાળાના બાળકો માટે સુરજબા જલધારા નામનું પરબ બંધાવી આપ્યું છે જેના લોકાર્પણ પ્રસંગે પ્રેરક દાતા પરમાનંદભાઈ શાહ તથા હેમંતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ શાળાના તમામ બાળકોને ભણતરમાં ઉપયોગી એવી શૈક્ષણિક કીટ રસીલાબેન ધીરજલાલ મહેતા દ્વારા ભેટ આપવામાં આવી હતી. તેમજ દરેક બાળકોને રેખાબેન મહેતા તથા પ્રિયાબેન ગૌરાંગભાઈ મહેતા દ્વારા પેન આપવામાં આવી હતી. મુંબઈના એચ.એમ દોશી ટ્રસ્ટના હંસાબેન દોશી, પરિતાબેન વીજયભાઈ દોશી, સિદ્ધિબેન રમેશભાઈ દોશી તથા કૃપાબેન નિખિલભાઇ દોશી પરિવાર દ્વારા બાળકોને વિનામૂલ્યે તૈયાર કપડા પણ ફાળવવામાં આવ્યા હતા. અહીંની ભૂલકાંઓની આંગણવાડી ખાતે દાતા પરિવાર દ્વારા બાળકોને નાસ્તાના ડબ્બાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleસરિતા સોસાયટીમાં હીરાના બે કારખાના સીલ, વધુ કેટલીક મિલ્કતો તંત્રના રડારમાં
Next articleશહેરના કુંભારવાડા રોડ ઉપર વિજ ટીસીમાં વિકરાળ આગથી વાહનો પણ સળગીને ખાક