મુંબઇ, તા.૩
Bigg Boss ૧૫ ખતમ થયું ત્યારથી શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ ખબરોમાં છવાયેલા છે. તેઓ ઘણીવાર સાથે સમય વીતાવતા, હેન્ગ આઉટ કરતા અને ડેટ પર જતા જોવા મળે છે. ફેબ્રુઆરીમાં શમિતા શેટ્ટીનો બર્થ ડે હતો ત્યારે પણ રાકેશ બાપટ સતત તેની સાથે રહ્યો હતો અને રોમેન્ટિક તસવીરો શેર કરીને તેને વિશ કર્યું હતું. ઈન્ટરવ્યૂમાં શમિતા શેટ્ટીએ કહ્યું હતું કે, તે રાકેશ બાપટને વધારે જાણવા માગે છે અને તે તેની સાથે સકારાત્મક ભવિષ્યની આશા રાખે છે જ્યોતિષ અને ફેસ રીડર પંડિત જગન્નાથ ગુરુજી સાથે શમિતા શેટ્ટીનું સપનું હકીકતમાં ફેરવાશે કે કેમ તેના વિશે વાત કરી હતી. જ્યોતિષે કહ્યું હતું કે, ’તેમના સંબંધો ગંભીર છે. શમિતા વધારે આત્મવિશ્વાસુ બની છે અને ખુશ છે. રાકેશના પક્ષથી પણ આવુ જ કંઈક છે. શમિતા વધારે પોઝિટિવ બની છે અને રાકેશ પણ રિલેશનશિપ પર ફોકસ કરી રહ્યો છે. રિલેશનશિપમાં રહીને તેઓ સમજુ બન્યા છે અને હવેનું તેમનું પગલું લગ્ન છે. ફેસ રીડિંગ અને જ્યોતિષીય ગણતરી પ્રમાણે, તેમના લગ્ન થશે. બંનેની વિચાર પ્રક્રિયા સરખી છે. બંનેનું એકબીજા સાથેનું ભવિષ્ય અને પતિ તેમજ પત્નીના પાત્રમાં કપલ કેવુ રહેશે, તે વિશે જ્યોતિષે જણાવ્યું હતું કે, રાકેશ બાપટ અને શમિતા શેટ્ટી એક્ટિંગ સિવાય અન્ય ક્ષેત્રમાં કરિયર બનાવશે. જ્યોતિષે કહ્યું હતું કે, ’રાકેશ બાપટ બિઝનેસમેન તરીકે સારો છે. ભવિષ્યમાં તે બિઝનેસમેન તરીકે સફળ થશે. તે દિલથી ઉદાર છે. કરિયરમાં એક્ટિંગ સિવાય અન્ય વિકલ્પ પર પણ વિચાર કરશે. પતિ તરીકે તે ખૂબ કોઓપરેટિવ અને સમજુ બનશે. સૌ જાણે છે કે, અત્યારસુધીના કરિયરમાં શમિતા શેટ્ટીએ ઘણો સંઘર્ષ કર્યો છે. જ્યોતિષે કહ્યું હતું કે, ’રિયાલિટી શોમાં તેને સફળતા મળશે. સોશિયલ મીડિયા પણ સારું છે. એક્ટિંગમાં સફળ થવાની તક થોડી વધારે છે. તે તેના પાર્ટનર માટે સપોર્ટિવ પાર્ટનર સાબિત થશે. કપલને લગ્નમાં કોઈ પરેશાની આવશે નહીં. તેમને તેમના પરિવારનો સપોર્ટ મળશે. આવતા વર્ષે તેમના લગ્ન થાય તેવી શક્યતા છે, તેમ જ્યોતિષે જણાવ્યું હતું.