ભાવનગર જિલ્લાના બાગાયાતદારને બાગાયત ખાતુ ગુજરાત રાજ્ય, નાયબ બાગાયત નિયામકશ્રી, ભાવનગરની ખેડુતો માટે બાગાયત ખાતાની વિવિધ સહાયની યોજનાઓ હેઠળના વિવિધ ઘટક માટેની ઓનલાઈન અરજીઓ આઈ-ખેડુત પોર્ટલ મારફતે યાદી-૧ પ્રમાણે તા.૦૧/૦૩/૨૦૨૨ થી તા.૩૦/૦૪/૨૦૨૨ સુધીુુુુુુુwww.ikhedut.gujrat.gov.in વેબસાઈટ પરથી કરી શકાશે. તો રસ ધરાવતાં ખેડુતોએ જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવા જણાવવામાં આવે છે. ઓનલાઈન કરેલ અરજીની સહીવાળી નકલ સાધનિક કાગળો સાથે દિન-૭ માં નાયબ બાગાયત નિયામકશ્રી, સરકારી ટેકનીક્લ સ્કુલ કમ્પાઉન્ડ,નવાપરા, ભાવનગરને જમા કરવાની રહેશે.
યાદી-૧
૧.અતિ ઘનિષ્ટ તથા ઘનિષ્ટ ફળપાકો/વધુ ખેતી ખર્ચવાલા ફળપાકો સિવાયના ફળપાકોમાં સહાય
૨.અર્ધપાકા,અને કાચા મડંપ-વેલાવાળા શાકભાજીના પેડલ
૩.ઔષધીય/સુગંધીત પાકોના વાવેતર માટે સહાય તથા નવા ડીસ્ટીલેશન યુનીટ માટે સહાય.
૪.કંદ ફૂલો, છુટા ફૂલો અને દાંડી ફૂલો(કટ ફલાવર્સ)માં સહાય
૫.ટુલ્સ, ઈકવીપમેન્ટ,શોટીગ/ગ્રેડીંગના સાધનો, પીએચએમના સાધનો (વજનકાટા, પેકીંગ મટીરીયલ્સ, શોટીંગ ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ)
૬.ટીસ્યુકલ્ચર ખારેક,પપૈયા અને કેળની ખેતીમાં સહાય
૭.દેવીપુજક ખેડુતોને તરબુચ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય
૮.ફળ/શાકભાજી પાકોના હાઈબ્રિડ બિયારણ ખરીદવા
૯.ફળપાક પલાન્ટીંગ મટીરીયલમાં સહાય
૧૦.બાગાયતી પાકોમાં વોટર સોલ્યબલ ખાતરમાં સહાય
૧૧.સરગવાની ખેતીમાં સહાય
૧૨.ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકામાં સહાય
૧૩.બાગાયતી પેદાશની પોસ્ટ હાવેસ્ટ મેનેજમેન્ટ અતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય
૧૪.રક્ષિત ખેતીમાં સહાય (પ્લાસટીક આવરણ(મલ્ચીંગ),પ્લાસટીક ટનલ્સ, નેટ હાઉસ, પોલીહાઉસ)
૧૫.રાઈપનીંગ ચેમ્બર,મોબાઈલ પ્રોસેસીંગ યુનિટ,પ્રી કુલિંગ યુનિટ અને કોલ્ડ રૂમ માટે સહાય
૧૬.બાગાયતી ખેતીમાં યાંત્રિકીરણ માટે સહાય(ટ્રેકટર,પાવર ટીલર,સ્વયં સંચાલિત મશીનરી, ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર)
૧૭.કોલ્ડ સ્ટોરેજ અને કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ કાર્યક્રમમાં સહાય
૧૮.પેકહાઉસ(૯ઠ૬મી.), સંકલિત પેકહાઉસ(૯ઠ૧૮મી.) અને ફંકશનલ ઈન્ફ્રસ્ટ્રકચર માટે સહાય
૧૯.લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર માટે સહાય(ક્ષમતા ૨૫ મે.ટન)
૨૦.ફળ અને શાકભાજીનો બાગડ અટકાવવા નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા બાબતની સહાય યોજના.
૨૧.મધમાખી હાઈવ,મધમાખી સમૂહ અને બી બ્રીડર દ્વારા મધમાખી સમૂહ ઉત્પાદન માટે સહાય
જેવા વિવિધ ઘટકોમાં સહાય યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડુતોને નાયબ બાગાયત નિયામકશ્રી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરનો રૂબરૂમાં અથવા ફોન નંબર ૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક સાધવા તથા ઓનલાઈન અરજી કરવાikhedut.gujrat.gov.in વેબસાઈટ પર કરીને,ઓનલાઈન કરેલ અરજીની સહીવાળી નકલ સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ,નવાપરા ભાવનગરને જમા કરવાની રહેશે.