યુક્રેનમાં અભ્યાસ કરતા રાણપુરના 2 વિદ્યાર્થીઓ પરત આવતા ભાજપના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ.

68

યુક્રેનમાં હાલ યુધ્ધ ચાલી રહ્યુ છે જ્યા અનેક ભારતીયો ફસાયા છે અને સરકાર દ્વારા તમામ ભારતીયોને ઝડપથી સહી સલામત પોતાના વતન લાવવામાં આવી રહ્યા છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરના બે વિદ્યાર્થીઓ યુક્રેન અભ્યાસ માટે ગયેલ હતા જ્યા યુક્રેન-રશિયા વચ્ચે યુધ્ધ ને પગલે રાણપુર શહેરના બંને વિદ્યાર્થીઓ આજરોજ પોતાના વતન રાણપુર આવી પહોચતા રાણપુર શહેર તથા રાણપુર તાલુકા ભાજપ દ્વારા આ બંને વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

અરકાન ઇલ્યાસભાઈ ખટુંબરા અને જયવર્ધન મનોજભાઈ વાઘ બન્ને પરિવાર ના નિવાસ સ્થાને જઈને રાણપુર શહેર અને રાણપુર તાલુકા ભાજપ આગેવાનો અને હોદ્દેદારોએ સ્વાગત કર્યુ હતુ.જેમાં રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી,બોટાદ જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ભગવતસિંહ દાયમાં,બોટાદ જીલ્લા ભાજપ અનુસુચિત જાતી મોરચાના પ્રમુખ વિનુભાઈ સોલંકી,રાણપુર શહેર ભાજપ પ્રમુખ ડો.જગદીશભાઈ પંડ્યા,રાણપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેન્દ્રસિંહ પરમાર,રાણપુર તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન હીરાભાઈ ખાણીયા,રાણપુર શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ પાટડીયા(સોની),મનસુખભાઈ મેર,કીશનભાઈ મકવાણા સહીતના રાણપુર તાલુકાના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને બંને વિદ્યાર્થીઓને ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને બંને વિદ્યાર્થીઓએ અને તેમના પરીવારજનો એ સરકારનો આભાર માન્યો હતો.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleરાણપુર–ધંધુકા બસના કંટક્ટરની પ્રામાણિકતા મુસાફરને રોકડ રકમ અને દસ્તાવેજ પરત આપવામાં આવ્યા.
Next articleયુક્રેનમાં MBBSનો અભ્યાસ કરતો રાણપુરનો વિદ્યાર્થી ઘરે પરત ફરતા પરીવારજનોએ સ્વાગત કર્યુ,લાગણીસભર દ્રશ્યો સર્જાયા