સિન્ધુનગર ખાતે સંત પ્રભારામ હોલ ખાતે નિરામય ગુજરાત કેમ્પ યોજાયો

105

શહેરના સિન્ધુનગર ખાતે આવેલ સંત પ્રભારામ હોલ ખાતે નિરામય ગુજરાત આરોગ્ય લક્ષી કેમ્પ રાખવામાં આવ્યો હતો, આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ માનનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં લોકોને ધર આંગણે સ્વાસ્થ્ય સુવિધાઓનો લાભ મળી રહે

તે માટે સર.ટી હોસ્પિટલના વિવિધ સ્પેશયાલિસ્ટ ડોકટરો દ્વારા ભરતનગર હેલ્થ સેન્ટરના નેતૃત્વ હેઠળ સંત પ્રભારામ હોલ સિન્ધુનગર ખાતે નિરામય ગુજરાત આરોગ્યલક્ષી કેમ્પ રાખવામાં આવ્યો હતો, આ કેમ્પમાં આસપાસના વિસ્તારના તમામ લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો આગામી દિવસોમાં પણ વિવિધ સ્થળોએ આવા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે,

Previous articleયુક્રેનમાં MBBSનો અભ્યાસ કરતો રાણપુરનો વિદ્યાર્થી ઘરે પરત ફરતા પરીવારજનોએ સ્વાગત કર્યુ,લાગણીસભર દ્રશ્યો સર્જાયા
Next articleસિહોરની મોટાસુરકા પ્રાથમિક શાળામાં સાયન્સ ફેરનું આયોજન કરાયું, 90 વિદ્યાર્થીઓએ 60 કરતાં વધુ પ્રોજેક્ટ બનાવ્યા