કરજણ સંસદ અશોભનીય વર્તન વિરુદ્ધ ભાવનગર જિલ્લાના મહેસુલી વિભાગ કર્મચારીઓ એક દિવસ માસ સી.એલ પર ઉતર્યા

72

ભાવનગર જિલ્લાના 300 કર્મચારી અને 14 મામલતદાર માસ સી.એલ રાખી વિરોધ કર્યો
કરજણ ખાતે સાંસદ મનસુખ વસાવા દ્વારા અકસ્માતના બનાવમાં કરજણ મામલતદાર ને જાહેરમાં અસભ્ય ભર્યું વર્તન કરી બીભત્સ ગાળો આપવાની ઘટનામાં માફી નો મંગતા ગુજરાત સહિત ભાવનગર ના મહેસુલી કર્મચારી મંડળ દ્વારા માસ સી.એલ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો, ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા દ્વારા ગત તા.22 ફેબ્રુઆરીના રોજ કરજણ તાલુકા ખાતે રેતી ભરેલ ટ્રક દ્વારા મોટરબાઇકને હડફેટે લેતા ત્રણ મજૂરોના મૃત્યુ નિપજેલ હતા, આ અકસ્માત સંદર્ભે કરજણનાં મામલતદાર તથા કચેરી સ્ટાફ સાથે ફરજનાં ભાગરૂપે અકસ્માત સ્થળ ખાતે રૂબરૂ ગયેલ હતા, આ સમયે ભરૂચનાં સાંસદ ત્યા હાજર હોય અને કોઇપણ જાતની તપાસ વિના મહેસૂલી સ્ટાફને મનફાવે તેમ બોલી બીભત્સ ગાળો કાઢી તથા મારવાની કોશીષ કરવામાં આવેલ હતી , સત્તાના મદમાં તમામ ભાન ભૂલેલ સાંસદ દ્વારા અશોભનીય ભાષા પ્રયોગ કરી રાજયના તમામ મહેસુલી સ્ટાફનું મનોબળ તોડવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. જેને લઈને ગુજરાત મહેસુલી કર્મચારી મંડળના આદેશ મુજબ સાંસદનાં આવા હીનપ્રકારના અસભ્ય વર્તન સામે તેઓ દ્વારા લેખિતમાં કોઇ માફી માંગવામાં આવે નહીતો તો આદોલનાત્મક પગલા ભરવાનું નક્કી કરવામાં આવેલ છે ત્યારે ભાવનગર જિલ્લાના 300 જેટલા મહેસુલી કર્મચારીઓ અને 14 મામલતદારો દ્વારા માસ સી.એલ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો,

Previous articleસિહોરની મોટાસુરકા પ્રાથમિક શાળામાં સાયન્સ ફેરનું આયોજન કરાયું, 90 વિદ્યાર્થીઓએ 60 કરતાં વધુ પ્રોજેક્ટ બનાવ્યા
Next articleમહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવતી શાળામાં શૈક્ષણિક રમકડાં દ્વારા શિક્ષણનું માર્ગદર્શન આપવામાં આવ્યું