શહેરના ભાંગલીગેટથી કાળીયાબિડ પાણીની ટાંકી વાળા રોડ પર એક કાર ચાલકે રોડ પર પસાર થતી યુવતીને બચાવવા જતાં વાહન પરનો કાબૂ ગુમાવતાં કાર રોડ વચ્ચેની ડીવાઈડર પર ચડી જતાં કારને ભારે નુકસાન થયું હતું જોકે આ ઘટનામાં કાર ચાલક કે યુવતીને ઈજા થઈ નહોતી. અકસ્માત થતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.