કરાટે એકેડમી ઓફ જાપાન ગોજુર્યું ઇન્ડિયાના ૨હઙ્ઘ ડીગ્રી બ્લેક બેલ્ટ ઇન્સ્ટ્રક્ટર રોહિત દ્વારા ટ્રેનિંગ અપાઈ
આણંદ જિલ્લાના કરમસદ ખાતે આવેલ શાળામાં બાળકોને માટે બે દિવસીય સ્વરક્ષણની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરાટે એકેડમી ઓફ જાપાન ગોજુર્યું ઇન્ડિયાના ૨હઙ્ઘ ડીગ્રી બ્લેક બેલ્ટ ઇન્સ્ટ્રક્ટર રોહિત દ્વારા કરમસદની એસએમટી સી.જે.પટેલ ઈંગ્લીશ શાળા ખાતે બે દિવસ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ અને સામાજિક જાગૃતતા માટેની ટ્રેનિંગ આપી હતી. જેમાં લગભગ ૬૫૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો, જેમાં શિક્ષકોએ પણ એટલા જ ઉત્સાહથી ભાગ લીધો હતો, અને આ ટ્રેનિંગ દરમિયાન વિદ્યાર્થીઓને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે કઈ રીતે તૈયાર થવું અને પોતાની સુરક્ષા કેવી રીતે કરવી તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ઉપરાંત કરાટે શું છે તેનો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવે છે અને કેવી પરિસ્થિતિમાં કરાટે નો ઉપયોગ કરવામાં આવે છે તેમની સમજણ આપવામાં આવી હતી. આ બે દિવસે વર્કશોપમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ઘણી બધી નવી વસ્તુઓ શીખ્યા હતા અને જીવનમાં મજબૂત રીતે કઈ રીતે આગળ વધવું અને આત્મરક્ષા કેવી રીતે કરવી એ શીખ્યા હતા, ખાસ કરીને દીકરીઓએ પોતાની સુરક્ષા કેવી રીતે કરવી તેની માહિતી મેળવી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ડિમ્પલ બેન જૈન, પ્રિન્સિપાલ અમિતભાઇ શાહ તથા સમગ્ર શિક્ષણગણે સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.