એર ઇન્ડિયાની સેવા સમાપ્તિની જાહેરાત વચ્ચે ભાવનગર મુંબઇ વચ્ચે વિમાની સેવા માટે એક માત્ર સ્પાઇસ જેટનો મદાર
ભાવનગરમાં એર ઇન્ડિયા કંપનીએ પોતાની સેવા સમેટવા નિર્ણય લઈ સતાવાર જાહેરાત કરી દીધી છે, ત્યાં સ્પાઇસ જેટ કંપની દ્વારા ૨૭મી માર્ચ પછીથી કોઈ પણ તારીખનું એડવાન્સ બુકીંગ લેવાનું બંધ કરાયું છે, આ બાબતથી તર્કવિતર્ક ઉઠ્યા છે. ભાવનગર મુંબઇ વચ્ચે હાલમાં સ્પાઇસ જેટની સપ્તાહમાં ત્રણ દિવસ બુધ, ગુરુ અને શનિવારે ફ્લાઈટ છે. એર ઇન્ડિયા કંપનીએ સેવાઓ સમેટી લેતા સ્પાઇસ જેટની સેવા હવાઈ મુસાફરી માટે મોટો મદાર છે ત્યાં કંપનીએ ૨૭મીથી બુકીંગ નહિ લેવા ટ્રાવેલ એજન્સીઓને નિર્દેશ આપ્યો છે, આથી પ્રવાસીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. જોકે, સુત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ હવાઈ સેવાની મુદ્દત પૂર્ણ થવાની હોવાથી ગવર્મેન્ટની નવી એપ્રુવલ ન મળે ત્યાં સુધી બુકીંગ લેવાનું બંધ કરતો નિર્ણય લેવાયો છે.