યુક્રેની અધિકારીનો દાવો છે કે આ હુમલા બાદ ઝેપોરીજિયા સ્થિત યુરોપના સૌથી મોટા પરમાણુ ઉર્જા કેન્દ્રમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે
કીવ,તા.૪
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે નવમો દિવસ છે. હાલાત બદથી બદતર થઈ રહ્યા છે. શક્તિશાળી રશિયા સતત યુક્રેનને વેરવિખેર કરવામાં લાગ્યુ છે. બંને બાજુથી જાનમાલનું ખુબ નુકસાન થઈ રહ્યું છે. આ બધા વચ્ચે એક ચિંતાજનક સમાચાર એ છે કે ઢટ્ઠર્િૈડરડરૈટ્ઠર્ ંહ્વઙ્મટ્ઠજં પ્રાંતના એનરહોદર શહેરમાં રશિયાએ મોટો હુમલો કર્યો છે. યુક્રેની અધિકારીનો દાવો છે કે આ હુમલા બાદ ઝેપોરીજિયા સ્થિત યુરોપના સૌથી મોટા પરમાણુ ઉર્જા કેન્દ્રમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ ટ્વીટ કરીને કહ્યું કે રશિયન સેના યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ ઝાપોરિઝજયા એનપીપી પર ચારેબાજુથી ગોળીબાર કરી રહી છે. તેમણે કહ્યું કે આગ પહેલેથી લાગી ચૂકી છે. વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ આગ લાગ્યા બાદ રશિયન સૈનિકોને યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પર હુમલો બંધ કરવા જણાવ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે જો આ ઉડ્યું તો અહીં ચેર્નોબિલથી પણ ૧૦ ગણો મોટો વિસ્ફોટ થશે. રશિયનોએ આ આગ તરત ઓલવવી જોઈએ. અત્રે જણાવવાનું કે ૨૬ એપ્રિલ ૧૯૮૬ ના રોજ ચેર્નોબિલ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટના ચોથા રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો. તેને અત્યાર સુધીની સૌથી ભયાનક પરમાણુ દુર્ઘટના કહેવામાં આવે છે. રશિયાએ યુક્રેનના એનરહોદર શહેર પર હુમલો કર્યો છે. યુક્રેનમાં ઢટ્ઠર્િૈડરડરૈટ્ઠર્ ંહ્વઙ્મટ્ઠજં ના ઉત્તર પશ્ચિમ ભાગમાં એનરહોદર એક શહેર અને નગરપાલિકા છે. ઝેપોરીજિયાથી એનરહોદર થોડે જ દૂર છે. ઈહીર્રિઙ્ઘટ્ઠિ, ર્દ્ગૈાર્ઙ્મ અને ઝ્રરીર્દૃિર્હરિઅર્રિૈદૃાટ્ઠ ની સામે દ્ભટ્ઠાર્રદૃાટ્ઠ જળાશય પાસે નીપર નદી પાસે વસેલુ છે. અત્રે જણાવવાનું કે યુક્રેનમાં ઢટ્ઠર્િૈડરડરૈટ્ઠ પરમાણુ પ્લાન્ટમાં ૬ રિએક્ટર છે. જે સમગ્ર યુરોપમાં સૌથી મોટું અને પૃથ્વીનું ૯મું સૌથી મોટું રિએક્ટર ગણાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રશિયા હાલમાં તેના પર મોર્ટાર અને આરપીજીથી હુમલા કરી રહ્યું છે. ઉર્જા કેન્દ્રના કેટલાક ભાગમાં હાલ આગ લાગી છે. રશિયનોએ ફાયરકર્મીઓ ઉપર પણ ફાયરિંગ કર્યું હોવાના મીડિયા રિપોર્ટ્સ છે. યુક્રેન અને રશિયા વચ્ચે વધતી લડાઈ નિર્ણાયક તબક્કામાં પ્રવેશતી જોવા મળી રહી નથી. આ જંગમાં ફરીથી પરમાણુ યુદ્ધનું જોખમ વધી ગયું છે. યુક્રેન પર ચડાઈ દરમિયાન જ રશિયાના નિશાન પર યુક્રેનના પરમાણુ ઉર્જા કેન્દ્ર રહ્યા છે. આ અગાઉ ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર રશિયન સૈનિકોએ ૨૪ ફેબ્રુઆરીના રોજ કબજો જમાવ્યો હતો. અમેરિકા અને પશ્ચિમી દેશો યુક્રેનની મદદ કરી રહ્યા છે અને રશિયન રાષ્ટ્રપતિ પહેલેથી જ ચેતવી ચૂક્યા છે કે જો કોઈ પણ બહારના વચ્ચે પડ્યા તો અંજામ એવો થશે જે પહેલા જોયો નહીં હોય. એક્સપર્ટ પુતિનની આ ધમકીને એટમી યુદ્ધ સાથે જોડી રહ્યા છે.