રશિયાના રાષ્ટ્રપતિને સીધી વાતચીત માટે ઝેલેંસ્કીનું આહ્વાન

54

ઝેલેંસ્કીએ કહ્યું, કોઈએ નહોતું વિચાર્યું કે આધુનિક દુનિયામાં એક માણસ એક જાનવરની જેમ વ્યવહાર કરી શકે છે
કીવ,તા.૪
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેંસ્કીએ ગુરૂવારે પશ્ચિમી દેશોનુ આહ્વાન કરતા કહ્યુ કે યુક્રેનની સૈન્ય સહાયતાને વધારવામાં આવે, નહીંતર રશિયા યુરોપના અન્ય ભાગમાં આગળ વધશે. ઝેલેંસ્કીએ સંવાદદાતા સંમેલનમાં કહ્યુ, જો આપમાં આસમાનને બંધ કરવાની શક્તિ નથી તો મને વિમાન આપી દો. તેમણે કહ્યુ, જો આપણે ના રહ્યા તો ભગવાન ન કરે લાતવિયા, લિથુઆનિયા, એસ્ટોનિયા આગલા ના હોય, મારો વિશ્વાસ કરો. સાથે જ તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે સીધી વાતચીતનુ આહ્વાન કરતા કહ્યુ, આ યુદ્ધ રોકવાની એકમાત્ર રીત છે. તેમણે પુતિનને સંબોધિત કરતા કહ્યુ, અમે રશિયા પર હુમલો કરી રહ્યા નથી અને અમારો તેની પર હુમલો કરવાનો કોઈ ઈરાદો નથી. આપ અમારી પાસેથી શુ ઈચ્છો છો? અમારી જમીન છોડી દો. યુક્રેની નેતાએ કહ્યુ, મારી સાથે બેસો, તેમની જેમ (ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોન) ૩૦ મીટર દૂર નહીં. ઝેલેંસ્કીએ કેટલાક અઠવાડિયા પહેલા યુક્રેનના લોકોને અમેરિકાના તે આરોપો પર શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે રશિયા તેમના દેશ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યુ છે. ઝેલેંસ્કીએ કહ્યુ, કોઈ નહોતુ વિચાર્યુ કે આધુનિક દુનિયામાં એક માણસ એક જાનવરની જેમ વ્યવહાર કરી શકે છે.

Previous articleયુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગતા હોસ્પિટલમાં
Next articleશિશુવિહાર બુધસભામાં આધ્યાત્મિક પ્રવચનનો કાર્યક્રમ યોજાયો