ગારિયાધારથી પાલિતાણા રોડ પર ખાનગી ટ્રાવેલ્સમાં અગમ્ય કારણોસર આગ લાગી, સદનસીબે જાનહાનિ ટળી

94

ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
ભાવનગર જિલ્લામાં ગારીયાધાર થી પાલીતાણા રોડ પર એક ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગી હતી. જેથી બસ ભડભડ સળગી ઉઠી હતી. બસમાં આગ લાગતા રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ગારીયાધારથી પાલિતાણા રોડ પર ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગતા બસ ભડભડ સળગી ઉઠી હતી. આ બનાવની જાણ થતા તાત્કાલીક ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આ આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જેથી આજુબાજુમાં ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા હતા. આગ લાગવાની ઘટનાની જાણ ગારીયાધાર ફાયર ફાઈટર કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, સદનસીબે આગમાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. આગને પગલે રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

Previous articleસુભાષનગરમાં બેંક કર્મચારીના મકાનમાંથી 24 હજારના સોના-ચાંદીના દાગીનાની ચોરી
Next articleભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના વડાળ ગામે શિક્ષણને પ્રોત્સાહિત કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો