એલ.પી.કાકડીયા વિધાભવન-નવાગામ(ગા.)માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી કરાઈ

87

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નવાગામ(ગા.)ની શ્રી એલ.પી.કાકડીયા વિદ્યાભવનમાં 28મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે શાળાના વિજ્ઞાન શિક્ષક યોગેશભાઈ ઝાલાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ની માનવજીવનમાં અગત્યતા, રોજિંદા જીવનને સરળ અને સુગમ બનાવવામાં વિજ્ઞાન અને ટેકનોલોજી ના યોગદાન અને ટેકનોલોજીના અવિવેકપૂર્ણ ઉપયોગ બાબત સુંદર વકતવ્ય આપ્યું હતું, પ્રાર્થના પ્રવૃત્તિમાં વિધાર્થીઓએ વિજ્ઞાન દિવસને ધ્યાનમાં રાખી વિવિધ અને વિચાર રજૂ કર્યા હતા. વિધાર્થીઓએ મોટી સંખ્યામાં “વિજ્ઞાનના લાભાલાભ” વિષય પર નિબંધલેખન સ્પર્ધામાં ભાગ લીધેલ જેમાં પ્રથમ ત્રણ નંબરે આવનારને ઇનામો આપ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા, શાળાના આચાર્ય અગરસંગભાઈ સોલંકી અને શિક્ષકોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને આ ખાસ દિવસની શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના વડાળ ગામે શિક્ષણને પ્રોત્સાહિત કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો
Next articleતક્ષશીલા એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટ ખાતે સાપ્તાહિક દિવસોની ઉજવણી કરાઈ