તળાજા તાલુકાની સરતાનપર જોળ.પ્રા શાળામાં સ્કીલ એજ્યુકેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ના ઉદ્દેશ્યો સાથે શાળાનાં વિદ્યાર્થીઓમાં સ્કીલ હશે તો આત્મ વિશ્વાસ આવશે વિદ્યાર્થીઓમાં આત્મ વિશ્વાસ જગાડવા અને તેઓને આત્મ સમ્માન સાથે જીવતા શીખવાડવા બાળકોને આર્ટ પેપર વર્ક અને હેન્ડ પેપર કટીંગ દ્વારા જુદા જુદા આકારો, ડિઝાઇન અને રંગીન કાગળોમાંથી જુદી જુદી કલાત્મક અને રચનાત્મક ચિત્રો કાગળમાંથી કેવી રીતે બનાવવા તે શીખવાડવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષક મહેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ.