ભાવનગર શહેરની ૩૧૬ આંગણવાડી માટે બાલવંદના તાલીમ કાર્યક્રમનો શુભારંભ

75

પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ સુદઢ બનાવવાં માટે શહેરની ૩૧૬ આંગણવાડી સાથે વર્ષઃ ૨૦૧૨ થી પ્રત્યક્ષ તાલીમ માટે સીધી રીતે સંકળાયેલ શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે તા.૨ માર્ચથી બાલવંદના તાલીમ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિમાં પૂર્વ પ્રાથમિકમાં ત્રણ વર્ષની તાલીમને અનિવાર્ય કરવામાં આવી છે. તેનાં ઉપલક્ષ્યમાં શિશુવિહાર દ્વારા આપવામાં આવેલ બાળ વિકાસ માટેની પૂર્વ પ્રાથમિક તાલીમ અસરકારક બની રહેશે.

આ તાલીમ કાર્યક્રમના શુભારંભે ભાવનગરનાં મેયર શ્રીમતી કીર્તિબેન દાણીધારીયાનાં વરદ હસ્તે તાલીમનાં વિઝ્‌યુઅલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શિશુવિહાર સંસ્થાના બાલમંદિરનાં શિક્ષકો દ્વારા ૬૦ નાં જૂથમાં બહેનોને બાળગીત, પ્રાર્થના, રમત, જીવન શિક્ષણ, અભિનય ગીત તથા ક્રાફટ પ્રકારે છ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી. આ સાથે આંગણવાડીની તાલીમાર્થી બહેનોને બાળસાહિત્યનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના દાતાશ્રી જાગ્રતભાઈ પ્રેમશંકર ભટ્ટનું અવસરે અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંકલનશ્રી હિનાબહેન ભટ્ટ, શ્રી અંકિતાબહેન ભટ્ટ તથા શ્રી પ્રીતિબહેન ભટ્ટનાં સંયોજન તળે શ્રી સાવિત્રીબહેન નાથજીએ રાજ્ય સ્તરે કર્યું હતું. શિશુવિહારના ઉપક્રમે સતત ૧૦ માં વર્ષે યોજાઇ રહેલ તાલીમના શુભારંભ પ્રસંગે શહેરના ડેપ્યુટી કમિશનરશ્રી રાજપૂત સાહેબ તથા સોશ્યલ વેલફેર કમિટીનાં ચેરમેનશ્રી ઉષાબેન બધેકા ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleસ્કીલ ઇન્ડિયા એજ્યુકેશન કાર્યક્રમ
Next articleશામળદાસ કોલેજ ઈન્ટરકલાસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઈતિહાસ વિભાગની ટીમ ચેમ્પિયન બની