GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

100

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૪૦૧. ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ….. શબ્દ સમુહ માટે એક શબ્દ આપો ?
– કલ્પવૃક્ષ
૪૦ર. ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો
– હૈયુ જાણે હિમાલય
૪૦૩. આ દેશની ધરતી ઉપર કયો ઉપદેશ આપવામાં નથી આવ્યો
– ધર્મના સત્યો ગૂપ્ત રહસ્યો છે
૪૦૪. વહેમની પાછળ દોડવું તેના કરતાં શું થવું સારૂં એવું લેખક જણાવે છે ?
– નાસ્તિક થવું
૪૦પ. સમાજના દેહ ઉપર કેવા ડાઘા પડી ગયેલ છે ?
– સફેદ
૪૦૬. આપણા ધર્મનો રાષ્ટ્રીય જીવનનો અને આધ્યાત્મિકતાનો નાશ કોણ કરી શકે તેમ નથી ?
– વહેમ
૪૦૭. આ ગદ્ય ખંડ દ્વારા લેખક કઈ બાબત તરફ ધ્યાન ન આપવાનું શિખવે છે ?
– વહેમ તરફ
૪૦૮. કહેવતનો અર્થ લખો : મોરના ઈંડા ચિતરવા ન પડે
– હોશિયાર માતા-પિતાના સંતાનોમાં કાંઈ કહેવાપણું ન હોય
૪૦૯. ‘અનભે’ શબ્દનું શિષ્ટરૂપ લખો
– નિર્ભય
૪૧૦. ‘કરેલા ઉપકારને ભુલી જનાર’ શબ્દ સમુહ માટે એક શબ્દ આપો.
– કૃતઘ્ની
૪૧૧. ‘મને બોલાવે ઓ ગિરિનાર તણાં મૌન શિખરે’ – આ પંકિતનો છંદ જણાવો.
– શિખરિણી
૪૧ર. નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યજાસ્તુતિ અલંકાર છે ?
– શું તમારી બહાદુરી ! ઉંદર જોઈને નાઠા !
૪૧૩. ‘દિકરાની પૌત્રી’ શબ્દસમુહ માટે એક શબ્દ આપો
– પ્રપૌત્રી
૪૧૪. ચોપાઈ છંદની પંકિતનો વિકલ્પ ઓળખાવો
– આ મોક્ષથી મોંઘું અને સાકાર થકી વધતું ગળ્યું
૪૧પ. કયું સામાનાર્થી જોડકું ખોટું છે ?
– દુર્ઘર્ષત – કોમળતા
૪૧૬. ‘ઈન્દીરા પાણી રેડે છે’ – કર્મણિ વાકયરચના દર્શાવતો વિકલ્પ શોધો.
– ઈન્દિરાથી પાણી રેડાય છે
૪૧૭. ‘હું આંખોથી સાંભળુ છું’ – રેખાંકિત વિભકિત પ્રત્યય કઈ વિભકિત દર્શાવે છે ?
– કરણ
૪૧૮. ‘હું છકડા પાસે ગયો’ – ભાવે વાકય બનાવો.
– મારાથી છકડા પાસે જવાયું
૪૧૯. ‘શિહાણુ માણસ લાભત હિ’ – કહેવતનો અર્થ લખો
– ડાહ્યો માણસ લાંબુ જીવન જીવે નહીં
૪ર૦. ‘મેં પાઠ વાંચ્યો’ – આ વાકયનું પ્રેરક વાકય લખો
– શિક્ષકે મારી પાસે પાઠ વંચાવ્યો
૪ર૧. ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો
– ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો
૪રર. મંદાક્રાન્તા છંદનું ઉદાહરણ આપો. – છે કો મારૂં અખિલ જગમાં ?
-બુમ મેં એક પાડી
૪ર૩. ‘હવાની લ્હેરનો મંદ અવાજ’ – શબ્દસમુહ માટે એક શબ્દ આપો ?
– સરસરાહટ
૪ર૪. ‘વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યુ હતું !’ આ વાકયનો નિપાત દર્શાવો
– પણ
૪રપ. કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો
– ભેખડ
૪ર૬. વિશ્વમાં આ તો પહેલો બનાવ છે ? આ વાકયમાં રેખાંકિત વિભકિત કયો પ્રકાર દર્શાવે છે ?
– કર્તાવિભકિત
૪ર૭. ‘ખાડો ખોદે તે પડે’ની સમાનાર્થી કહેવત જણાવો
– હાથના કૈયા હૈયે વાગ્યા

Previous articleઆઈપીએલ ૨૦૨૨નો ખિતાબ જીતવાનું ધોનીનું સપનું અધૂરુ રહી શકે છે
Next articleલારી બે પૈડાથી ચલાવવાનો સમય પાકી ગયો છે!!