ગંગાજળીયા પોલીસ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સંદર્ભે એસ.પી.ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

78

હિન્દુ તથા મુસ્લીમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા
ભાવનગર શહેરના ગંગાજળીયા તળાવ પોલીસ મથક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, સુલેહ શાંતિ જળવાય રહે અને આ વિસ્તારના પોલીસ ડીપાર્ટમેન્ટને લગતા કોઇ લોક પ્રશ્નો હોય તો તેના ઉકેલ માટે આજરોજ શનિવારે શહેરના ગંગાજળીયા પોલીસ મથકના પટ્ટાંગણમાં ભાવનગર જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌર, સી.ડીવી.પી.આઇ.બી.ડી.ઝાલા, તથા અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતીમાં આ વિસ્તારના હિન્દુ અને મુસ્લીમ સમાજના આગેવાનોની એક સંયુક્ત બેઠક મળી હતી. બેઠકના પ્રારંભે પુર્વનગરસેવક કાળુભાઇ બેલીમે તાજેતરમાં જ ભાવનગરના ચાર પોલીસ જવાનો જે અકસ્માતમાં મરણ પામ્યા છે તેમને શ્રધ્ધાંજલી પાઠવી સી.ડીવી. વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાં નાની નાની પોલીસ ચોકીઓ શરૂ કરવા અને આ વિસ્તારની તમામ પોલીસ ચોકીઓ કાર્યરત કરવા માંગ કરી હતી. જ્યારે પુર્વનગરસેવક ઇકબાલભાઇ આરબે પણ આ વિસ્તારના પોલીસતંત્રને લગતા પ્રશ્નો રજુ કર્યા હતા.જીલ્લા પોલીસ વડાએ આગેવાનોને શાંતિથી સાંભળી પોલીસ તંત્રને લગતા પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા ખાત્રી આપી હતી.આ બેઠકમાં કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ મહેબુબભાઈ શેખ, ઉપપ્રમુખ રૂમીભાઇ શેખ, ઇકબાલભાઈ આરબ, કાળુભાઈ બેલીમ, મુન્નાભાઇ વરતેજી, મુસ્તુફા ખોખર, જુલ્ફીકાર વિરાણી, રજાક મુસાણી, મુજ્જફરખાન પઠાણ, મુર્તુઝા રેહાન, હિતેષ મકવાણા, સંદીપ મહેતા, મકવાણા જીતુભાઇ વિગેરે વિવિધ સમાજના આગેવાનો હાજર રહયા હતા.

Previous articleઉનાળાની સીઝન શરૂ થતાની સાથે જ ભાવનગરની બજારોમાં મિઠી મધુરી દ્રાક્ષનું ધોમ વેચાણ શરૂ
Next articleઆજથી શહેરમાં ૩ દિવસ ૬ કલાક લાઈટ કાપ રહેશે