રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત એન.જે. વિદ્યાલય (ઉ.મા.શાળા) ભાવનગર એન.એન.એસ. યુનિટ દ્વારા વાર્ષિક ખાસ શિબિર મુ-વાવડી તા-ઘોઘા જી-ભાવનગર ખાતે તા-૨૧/૦૨/૨૦૨૨ થી ૨૭/૦૨/૨૦૨૨ સુધી યોજઈ હતી. ઉદઘાટન સમારોહના અધ્યક્ષ નીમુબેન બાંભણીયા(પૂર્વ મેયર ભાવનગર), સરપંચ મહેન્દ્રસિંહ ગોહિલ, ઉપસરપંચ વજેરામભાઈ ધાંધલ્યા, બી.આર.સી. જયદેવસિંહ ગોહિલ (ઘોઘા), સી.આર.સી. ભગીરથસિંહ ગોહિલ (મોટા ખોખરા), સી.આર.સી. જયપાલસિંહ ગોહિલ (કુકડ), કે.વ.આચાર્ય રાજેન્દ્રસિંહ ગોહિલ (તણસા), શૈલેષભાઈ સોલંકી (તલાટીકમ મંત્રી), હિતેશભાઈ સી. જાદવ (આચાર્ય વાવડી પ્રા.શાળા), અન્ય ગામના તલાટીકમ મંત્રીઑ, શાળાના શિક્ષક સ્ટાફ, વિદ્યાર્થી ભાઈઓ-બહેનો અને ગામના આગેવાનો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એન.એન.એસ. યુનિટના સ્વયંસેવકોએ સાત દિવસ દરમિયાન વાવડી પ્રા. શાળાની આજુબાજુ, તેમનું પટાંગણ, ગામની મુખ્ય શેરીઓ,મંદિરના પટાંગણની સાફ-સફાઇ, વાવડી ગામથી ૩ કિમી દૂર વેરાવળ-સોમનાથ હાઇવે નીચે આવેલ પુરાતન હેરિટેજ વણારશી વાવની આજુબાજુ તેમજ નીચેના પગથિયાં સુધી સાફ-સફાઇ, ગ્રામપંચાયત, હેલ્થ સેન્ટરની મુલાકાત, ઓર્ગેનિક ફાર્મની મુલાકાત અને પાક તેમજ ઔષધિઑની જાણકારી, પર્યાવરણ જાગૃતિ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ બાળકો સાથે રમત-ગમત, રંગપૂર્ણિ હરીફાઈ,સુલેખન તેમજ નિબંધ સ્પર્ધાનુ આયોજન, ટ્રેકિંગ,ગૌ-સંવર્ધન સાથે-સાથે તજજ્ઞ દ્વારા વક્તવ્ય, મોટા વૃક્ષોની સફાઇ કરીને કયારા બનાવવા તેમજ ચૂનો અને લાલગેરુથી રંગરોગાન કરવું,પ્રભાતફેરી,યોગ-પ્રાણાયામ તેમજ સુર્યનમસ્કાર વગેરે પ્રવુતિઑ કરવામાં આવી. આ શિબિરને સફળ બનાવવા એન.જે. વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ સંચાલક જયંતીભાઈ બાંભણીયા, હાર્દિક જે.બાંભણીયા (પ્રોગ્રામ ઓફિસર), મહેશભાઇ કાતરીયા(કો-ઓર્ડીનેટર), જે.એન.ગોહેલ(આચાર્ય એન.જે.વિદ્યાલય), વગેરેનો સહયોગ રહ્યો હતો.