પુણેએ એજ્યુકેશન અને આઈટી સેક્ટરમાં બનાવી ઓળખ : મોદી

71

પીએમ મોદીએ પુણેમાં અનેક પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કર્યુ : મોદીએ પુણેવાસીઓને મેટ્રોની ભેટ આપી મેટ્રો રેલ પરિયોજનાના ઉદ્‌ઘાટન સમયે રાજ્યપાલ કોશ્યારી, ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા
પુણે, તા.૬
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના પુણેના પ્રવાસે છે. પીએમ મોદીએ પુણેમાં આજે અનેક પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કર્યુ છે. એક કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, પુણેએ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ, આઈટી અને ઓટોમોબિલના ક્ષેત્રમાં પોતાની ઓળખ સતત મજબૂત કરી છે. મોદીએ કહ્યુ કે, આધુનિક સુવિધાઓ પુણેના લોકોની જરૂર છે અને અમારી સરકાર પુણેની જનતાની જરૂરીયાતને ધ્યાનમાં રાખતા કામ કરી રહી છે. આ પહેલાં પીએમ મોદીએ પુણેવાસીઓને મેટ્રોની ભેટ આપી હતી. મેટ્રો રેલ પરિયોજનાના ઉદ્‌ઘાટન સમયે તેમની સાથે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ યાત્રાના સમયે મેટ્રોમાં હાજર બાળકો સાથે વાતચીત પણ કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ આ વચ્ચે બનેરમાં નિર્મિત ૧૦૦ ઈ-બસો અને ઈ-બસ ડેપોનો શુભારંભ કર્યો. પીએમ મોદીએ ઉદ્‌ઘાટન સમારોહને સંબોધિત કરતા કહ્યુ કે, અમારી સરકારનો પ્રયાસ છે કે દરેક શહેરમાં વધુમાં વધુ ગ્રીન ટ્રાન્સપોર્ટ, ઇલેક્ટ્રિક બસો, ઇલેક્ટ્રિક કારો અને ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર હોય. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, સરકારનું ફોકસ છે કે દરેક શહેરમાં સ્માર્ટ મોબિલિટી હોઈ જે માટે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એક કાર્ડને ઉપયોગમાં લેવાનું કામ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે આ કાર્ડનો ફાયદો તે થશે કે લોકો તેનાથી મેટ્રો અને બસોમાં સફર કરી શકશે. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યુ કે, ૨૦૧૪ સુધી માત્ર દિલ્હી-એનસીઆરમાં જ મેટ્રોનો વ્યાપક વિસ્તાર થયો હતો. બાકી શહેરોમાં મેટ્રોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. મોદીએ કહ્યુ કે, આજે દેશના અનેક શહેરોમાં મેટ્રો ઓપરેશનલ થઈ ચુકી છે કે જલદી ચાલુ થઈ જશે. તેમણે કહ્યું કે, મેટ્રો પુણેમાં મોબિલિટીને સરળ કરશે અને પ્રદૂષણ ઓછુ કરવાની સાથે લોકોને લાભ થશે. પીએમ મોદીએ આ સાથે મુલા-થુલા નદી પરિયોજનાના કાયાકલ્પ અને પ્રદૂષણ નિવારણની આધારશિલા પણ રાખી છે. ઉલ્લેખનીય છે કે ૧૦૮૦ કરોડ રૂપિયાથી વધુની આ યોજનાથી નદીના ૯ કિમીના ભાગની કાયાકલ્પ કરવામાં આવશે. મહત્વનું છે કે પુણે મેટ્રોનું ઉદ્‌ઘાટન કરવા પહોંચેલા પીએમ મોદીએ ખુબ મેટ્રોની ટિકિટ લઈને સવારી કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીએ ગરવારે કોલેજથી આનંદ નહર સુધી પુણે મેટ્રોની યાત્રા કરી છે. મહત્વનું છે કે પીએમ મોદીએ પુણે પહોંચ્યા બાદ સૌથી પહેલા કોર્પોરેશન પરિસરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. આ પ્રતિમાની ખાસીયત છે કે તે ૧૮૫૦ કિલોગ્રામ ગનમેટલથી બની છે અને લગભગ ૯.૫ ફૂટ લાંબી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૪૭૯ કેસ આવ્યા