છત્તીસગઢની લિપિ મેશ્રામે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી લીધો

60

ગોવામાં આયોજિત કોમ્પિટિશનમાં વિજેતા બનનારી લિપિ ઉપલબ્ધિ મેળવનારી છત્તીસગઢની પહેલી યુવતી
નવી દિલ્હી, તા.૬
૧૩ વર્ષ પહેલા લિપિ મેશ્રામના પિતાની નક્સલીઓએ હત્યા કરી હતી. એ વખતે તેનો પરિવાર ભાંગી પડ્યો હતો. લિપિની માતાએ પરિવારને સંભાળ્યો અને દીકરીને સપના પૂરાં કરવાની હિંમત આપી. લિપિ મેશ્રામ મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતનારી છત્તીસગઢની પહેલી યુવતી બની ગઈ છે. કેટલીય બાબતોમાં હોંશિયાર લિપિનું બાળપણ બસ્તરના ગામડામાં વિત્યું છે. શહેરી જીવનશૈલીથી દૂર રહેનારી લિપિ હવે ઈન્ટરનેશનલ બ્યૂટી કોમ્પિટિશનમાં ભાગ લેવાની છે. પ્રતિભાથી છલોછલ લિપિ ગાયિકા પણ છે અને સમાજ સેવા પણ કરે છે. ગ્લેમરસ સુપરમોડલ મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટના ચાર રાઉન્ડ પાસ કર્યા બાદ લિપિને ગોવા જવાની તક મળી હતી. ગોવામાં ચાર દિવસ સુધી અલગ-અલગ સ્પર્ધાઓમાં લિપિ અવ્વલ રહી અને ખિતાબ પોતાને નામ કરી લીધો. જીત બાદ લિપિએ કહ્યું કે, સફળતાા મેળવવા માટે લક્ષ્ય અને દ્રષ્ટિકોણ હોવો જરૂરી છે. તેણે બાળપણથી આ સપનું સેવ્યું હતું અને તે સાકાર કરવાની દિશામાં સતત મહેનત કરતી રહી. જેનું ફળ તેને આજે આ સ્પર્ધા જીતીને મળ્યું છે.બસ્તર વિસ્તારના એક નાનકડા ગામમાં ઉછરેલી લિપિ માટે આ સફર સરળ નહોતી. શહેરી જીવન સાથે તાલમેલ સાધવાના વિચાર માત્રથી તેને ગભરામણ થતી હતી. એ વખતે પરિવાર તેની તાકાત બન્યો. લિપિ ભિલાઈ આવી અને ગ્લેમરસ સ્ટુડિયો સાથે જોડાઈ. ધીરે-ધીરે તેને આગળ વધવાનો માર્ગ મળતો ગયો. તેણે સ્થાનિક સ્તરે શરૂ કરી અને તમામ બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો. દરેક જીતની સાથે તેનો આત્મવિશ્વાસ વધતો રહ્યો અને મિસ ઈન્ડિયા સ્પર્ધામાં તે જજીસને પ્રભાવિત કરવામાં સફળ રહી હતી.બ્યૂટી વિથ બ્રેન્સનું સારું ઉદાહરણ લિપિ છે. તે ૈંછજી પરીક્ષાની તૈયારી પણ કરી રહી છે. મોડલિંગ કરવા ઉપરાંત તે સિંગિંગ પણ કરે છે. ઘણીવાર સ્ટેજ પર પર્ફોર્મન્સ આપી ચૂકી છે. સામાજિક કાર્યકર્તા પણ છે. તેના કામને જોતા બસ્તરમાં સ્વચ્છ ભારત અભિયાનની એમ્બેસેડર બનાવાઈ છે.દુનિયાભરની સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવાની સાથે લિપિ બોલિવુડમાં પણ કાઠું કાઢવા માગે છે. હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટીમાં તે ઓડિશન આપવાની તૈયારી કરી રહી છે.
ઉપરાંત સારી બ્રાન્ડ્‌સ માટે મોડલિંગ કરવાની પણ ઈચ્છા છે.

Previous articleયુદ્ધ સ્તર પર ચાલી રહ્યું છે ઓપરેશન ગંગા મિશન
Next article16મી માર્ચે ભાવનગર ટર્મિનસથી ઉપડતી “હોળી સ્પેશિયલ” ટ્રેનના સમયમાં ફેરફાર