રાજ્ય ના ધારાસભ્ય અને ઓબીસી મંચ ના સભ્ય પૂંજાભાઈ વંશને તાજેતરમાં રાજ્યના વિધાનસભા માં રજૂઆત સમયે અટકાવી સાત દિવસ માટે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવતા જેના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા સસ્પેન્શન રદ્દ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું.
તાજેતરમાં ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્ર દરમ્યાન ઓબીસી ના કોંગી ધારાસભ્ય પૂંજાભાઈ વંશ દ્વારા પ્રજાલક્ષી રજૂઆત કરી રહ્યાં હતાં તે વેળાએ ભાજપના ધારાસભ્યો એ વિરોધ કરી રજૂઆત અટકાવી બહુમતી ના જોરે ધારાસભ્ય વંશનું ધારાસભ્ય પદ સાત દિવસ માટે સસ્પેન્ડ કરાવ્યું છે જેના રાજ્ય ભરમાં ઓબીસી સમાજ સાથોસાથ ઓબીસી ના વિવિધ સંગઠનોમા ઘેરા પડઘા પડ્યાં છે અને રજૂઆતો કરવામાં આવી રહ્યાં છે ત્યારે આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ ના કાંન્તિભાઈ ગોહિલની આગેવાની માં ઓબીસી મંચના સભ્યોએ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું અને આ સસ્પેન્શન તત્કાળ રદ્દ કરવાની ઉગ્ર માંગ કરી છે અને ચિમકી ઉચ્ચારણ કરી છે કે જો તત્કાળ સસ્પેન્શન રદ્દ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ રોડપર ઉતરી ભાજપનો વિરોધ કરી આ લડતને વધુ ને વધુ ઉગ્ર બનાવશે.આ રજુવાત વેળાએ શહેર કૉંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, નરેન્દ્રભાઈ ગોહિલ, ભીમજીભાઈ બારૈયા, અરજણભાઈ મોરી, આણંદભાઈ બારૈયા, શિવાભાઈ ડાભી તથા કૉંગ્રેસ સમિતિના સભ્યો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.