આજે તા.૮માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે પ્રદેશ ભાજપ દ્વારા કચ્છના સફેદ રણ ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યભરમાંથી ભાજપ મહિલા મોરચાના બહેનો હાજરી આપશે ભાવનગરથી પણ ભાજપ મહિલા મોરચાના બહેનો શિબિરમાં ભાગ લેવા માટે આજે મેયર તથા શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં રવાના થયા હતા.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ૮ માર્ચ ૨૦૨૨.ના આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે કચ્છના સફેદ રણ ખાતે પૂ. મહિલા સાધ્વીજીઓની શિબિરનુ આયોજન કરવામાં આવેલ છે.
જેના ભાગ ભાગ રૂપે આજ રોજ ભાવનગર મહાનગરના અધ્યક્ષ રાજીવભાઈ પંડયા ત્થા મહાપાલિકાના મેયર કીર્તિબેન દાણીધરીયાની ઉપસ્થિતિમાં ગાયત્રી પરિવારના બહેનોને લઈને જતા પ્રદેશ ઈન્ચાર્જ નીમુબેન બાંભણીયા, પ્રભારી વિજ્યાબેન મકવાણા, શહેર ઈન્ચાર્જ જલવિકા બેન ગોંડલીયા. ત્થા શીતલ પરમાર ત્થા શહેર મહિલા મોરચાના મહામંત્રી શિલ્પાબેન દવેને કચ્છ ખાતે રવાના કરેલ.