ઘણાં સમયથી ફૂલનું વેચાણ કરતાં આસામીઓએ યુરીનલનો સ્ટોર રૂમ તરીકે ઉપયોગ કરતાં હતાં
શહેરના મોતીબાગ રોડપર આવેલ ટીસી ટાવર સ્થિત એક માળીએ કોમ્પલેક્ષ નું સાર્વજનિક યુરીનલ તથા બાંકડા-પાટીયા મૂકી રસ્તો અવરોધ્યો હોય જે અંગે તંત્ર ને મળેલી ફરિયાદ આધારે તંત્ર એ જાહેર યુરીનલ ને માળીના કબ્જા માથી છોડાવી દબાણ કરતાં ના પડદા-પાટીયા બાંકડા કબ્જે કર્યાં હતાં. શહેરના જિલ્લા પંચાયત કચેરી સામે ટીસી ટાવરનુ વ્યવસાયી એકમ આવેલું છે જેમાં રોડપર ફુલ-હાર નું વેચાણ કરતાં આનંદ ફલાવાર શોપના માલિક પ્રકાશ માળીએ શોપિંગ સેન્ટરનું સાર્વજનિક યુરીનલ ને પોતાની મિલ્કત ગણી આ યુરીનલનો સ્ટોર રૂમ તરીકે ઉપયોગ કરતો હોવા સા બિલ્ડિંગ ના ઉપરનાં ફ્લોર પર જવાના માર્ગને અવરોધી પડદા-પાટીયા બાંકડા મૂકી દબાણ સરજ્યુ હોય જે અંગે બીએમસી ને ફરિયાદ મળતાં તંત્ર ના અધિકારીઓ એ સ્થળપર પહોંચી યુરીનલ ખાલી કરાવી આનંદ ફ્લાવર ના પડદા પાટીયા બાંકડા કબ્જે કરી દુકાન માલિક પ્રકાશને નોટિસ ફટકારી હતી.