ઇ.પી.એસ.-૯૫ પેન્શનર મંડળ ભાવનગરના ઉકાભાઇ ચૌહાણ, ખીમજીભાઇ યાદવ સહિતના આગેવાનોએ આ.પ્રો. કમિશનર ભાવનગર જિલ્લાની ભવિષ્ય નીધિ સંગઠનની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં ગોહાટી ખાતે મળનારી સીબીટી બોર્ડની મિટીંગમાં ભાવનગર સહિત રાજ્યભરના પેન્શનર કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવા બાબતે નિર્ણય લેવામાં આવે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી.