મહિલા એ પૂર્ણ વર્તુળ છે. તેમની અંદર સર્જન, પોષણ અને પરિવર્તનની શક્તિ છે. નારી શક્તિ એ એક વિચાર છે જે ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી વર્તમાન સમય સુધી જોવા મળે છે કોઈપણ રાષ્ટ્રના વિકાસનું આકલન તે દેશની મહિલાઓ પરથી કરવામાં આવે છે. દરેક વ્યક્તિની પુષ્ઠભૂમિ મહિલાઓના હાથે લખવામાં આવે છે. દરેક વિકાસના પાયામાં સ્ત્રીની ભૂમિકા હોય છે અને દરેક ઉપલબ્ધિની પાછળ કોઈને કોઈ મહિલાનું યોગદાન હોય છે.
કેવી રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત થઈ
સૌ પહેલા ૧૯૦૮માં એ મજૂર આંદોલન પછી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત થઈ હતી. વાસ્તવમાં ન્યુ યોર્કમાં અનેક મહિલાઓએ મોરચો કાઢીને નોકરીના કલાકો ઓછા કરવાની અને પગાર વધારવાની માગ કરી હતી. મહિલાઓને એ આંદોલનમાં સફળતા મળી અને તેમા સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ મુખ્ય ભૂમિકા ભજવી. ઉલ્લેખનીય છે કે એ દિવસો દરમિયાન ન્યૂયોર્કમાં કપડા મિલોમાં કામ કરનારી મહિલાઓ શોષણને કારણે ખૂબ પરેશાન હતી. છેલ્લા એક વર્ષથી તેમની હડતાલ ચાલી રહી હતી અને તેમનુ સાંભળનારુ કોઈ નહોતુ. તેમના આ સંઘર્ષને સમર્થન આપતા ૨૮ ફેબ્રુઆરી ૧૯૦૯ના રોજ સોશિલિસ્ટ પાર્ટીએ તેમને સન્માનિત કર્યા. પોતાના દમ પર મહિલા ગાર્મેંટ વર્કર્સે ત્યારે કામના કલાક અને સારા પગારની પોતાની લડાઈમાં જીત મેળવી હતી. સોશિયલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ આ દિવસને રાષ્ટ્રીય મહિલા દિવસ જાહેર કર્યો આને ૨૮ ફેબ્રુઆરી સન ૧૯૦૯ના રોજ પહેલીવાર અમેરિકામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો. બીજી બાજુ રૂસમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ફેબ્રુઆરી મહિનના અંતમાં ૧૯૧૩ના રોજ ઉજવાયો હતો પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવ્યાના એક અઠવાડિયા પછી એક દર્દનાક દુર્ઘટના થઈ. ન્યૂયોર્ક સીટીમાં ૨૫ માર્ચના રોજ થયેલ ભીષણ અગ્નિકાંડમાં ૧૪૦થી વધુ કામકાજી સ્ત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. જેમા મોટાભાગની ઈતાવલી અને યહૂદી સ્ત્રીઓ હતી. આ ઘટનાએ સ્ત્રીઓની કામકાજની સ્થિતિઓ તરફ ધ્યાન ખેચ્યું અને મહિલાઓના મુદ્દામાં આ પણ એક મુદ્દો બની ગયો. ત્યારબાદ ૧૯૧૪માં પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલા રૂસમાં શાંતિની અપીલ કરનારી મહિલાઓએ ફેબ્રુઆરીના અંતિમ રવિવારે પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવ્યો.
આ જ રીતે યૂરોપમાં ૮ માર્ચના રોજ પીસ એક્ટિવિસ્ટસના સમર્થનમાં મહિલાઓએ રેલીઓ કાઢી. આ સાથે જ યૂરોપમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો પાયો નખાયો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ત્યારે વૈશ્વિક સ્તર પર માન્યતા સન ૧૯૭૫માં પહેલીવાર યૂનાઈટેડ નેશન્સે ૮ માર્ચના રોજ માન્યતા આપી માન્યતા આપીસન ૨૦૧૧માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ માર્ચ મહિનાને મહિલાઓના મહિના ના રૂપમાં માન્યતા આપી. ત્યારબાદ અમેરિકામાં માર્ચનો આખો મહિનો મહિલાઓની મહેનત અને સફળતાને લઈને સન્માનિત કરવાની પરંપરા શરૂ થઈ.
આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવા પાછળનો હેતુ
દર વર્ષે ૮ માર્ચના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય દિવસ (International Women’s Day)નુ આયોજન થાય છે. આ દિવસ ઉજવવાનો મકસદ મહિલાઓ પ્રત્યે સન્માન, તેમની પ્રશંસા અને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો છે . . આ દિવસે ખાસ કરીને એ મહિલાઓ પ્રત્યે સન્માન પ્રગટ કરવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. જેમણે આર્થિક રાજનીતિક અને સામાજીક ક્ષેત્રોમાં મુખ્ય ઉપલબ્ધિયો મેળવી છે. આ દિવસે વિશ્વની દરેક મહિલા પોતાના દેશ, ક્ષેત્ર, જાત-પાત, ભાષા અને રાજકીય, સાંસ્કૃતિક, ભેદભાવની સીમાઓને પાર કરીને સાથે મળીને આ દિવસને ઉત્સાહથી મનાવે છે. આ દિવસે સ્ત્રીના પ્રેમ, સ્નેહ અને માતૃત્વની મમતાની સાથે જ શક્તિ સંપન્ન સ્ત્રીની મૂર્તિ સામે આવે છે. ખાસ કરીને મહિલાઓના સંઘર્ષનો ઉલ્લેખ કરતા તેમની સફળતાની વાત રજુ કરવામાં આવે છે. મહિલા દિવસનું મુખ્યત્વે મહિલાઓ દ્વારા અલગ-અલગ ક્ષેત્રોમાં તેમના યોગદાનના લીધે મનાવવામાં આવે છે. આ સિવાય મહિલાઓ લઈને સમાજના લોકોને જાગ્રત કરવા, મહિલાઓને તેમના અધિકારો પ્રતિ જાગરૂક કરવા અને તેમને પ્રેરિત કરવા આ દિવસ મહત્ત્વપૂર્ણ છે.
સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય મહિલા દિન ૨૦૨૨ ની થીમ સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય મહિલા દિન ૨૦૨૨ નીથીમ “Gender equality today for a sustainable tomorrow” એટલે કે “આજના સમયમાં લિંગ સમાનતા ટકાવિ રાખવિ”
વર્ષ ૨૦૨૨ આબોહવા પરિવર્તનના સંદર્ભમાં લિંગ સમાનતા હાંસલ કરવા અને પર્યાવરણીય અને આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે મહત્ત્વપૂર્ણ છે, જે એકવીસમી સદીના કેટલાક સૌથી મોટા વૈશ્વિક પડકારો છે. આજે લિંગ સમાનતા વિના, ટકાઉ ભવિષ્ય અને સમાન ભાવિ આપણી પહોંચની બહાર રહે છે.આ વર્ષનું ૈંઉડ્ઢ અવલોકન એ મહિલાઓ અને છોકરીઓની ઓળખ અને ઉજવણીમાં છે જેઓ આબોહવા પરિવર્તન અનુકૂલન અને પ્રતિભાવ પર ચાર્જનું નેતૃત્વ કરી રહી છે અને ટકાઉ ભવિષ્ય તરફ તેમના નેતૃત્વ અને યોગદાનને સન્માનિત કરવા માટે છે.
સમાજજીવનમાં સ્રીઓની ભૂમિકા
સમાજમાં સ્ત્રીઓની એક સશક્ત તસ્વીર ઉભરી છે
નવી સદીમાં નારીની કે નવી ઓળખ નવી છબી સામે આવી રહી છે. સદિયોથી જે મહિલાઓ જંજીરોમાં જકડાયેલી હતી તે આજે તેણે તોડીને પોતાની નવી ઓળખ બનાવવામાં સફળ થઈ છે. આજના યુગમાં નારી હવે અબળા નથી રહી, વધારે સક્ષમ અને સબળ થઈ ગઈ છે.જે પ્રકારની આઝાદી અને ઉન્મુક્તતા આજની નારીમાં જોવા મળે છે. આવુ ૧૦-૨૦ કે પચાસ વર્ષ પહેલા નહોતુ. મહિલાઓએ સમયની સાથે પોતાની ઓળખ બનાવી છે.જેની પાછળ અથાગ પરીશ્રમ અને સંઘર્ષની દાસ્તાન છે. આજે મહિલાઓ ગર્વ સાથે કહી શકે છે કે તે પુરૂષોના મુકાબલામાં બિલકુલ ઓછી ઉતરતી નથી. કોઈપણ કાર્યક્ષેત્ર કેમ ન હોય મહિલાઓની ભાગીદારીને સન્માન આપવામાં આવવા લાગ્યુ છે તેમા કોઈ શક નથી કે નવી સદી અને બદલતા સમાજમાં સ્ત્રીઓની એક સશક્ત તસ્વીર ઉભરી રહી છે. પરંતુ ક્યાંકને ક્યાંક હજુ પણ પિતૃસત્તાત્મક માનસિકતા મહિલાઓની મજબૂત સ્થિતિ પર ગ્રહણ પણ લગાવે છે. રાષ્ટ્રની સારી છાપ અને સમાજનો વિકાસ સ્ત્રીઓની વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીથી શક્ય બની શકે છે. શરત એ કે આધુનિક સમાજમાં આપણે બધા આ મંત્રની સાથે સ્ત્રીઓનું સ્વાગત કરીએ, ‘યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમતે તત્ર દેવતા’
સાચા અર્થમાં મહિલા દિવસની સાર્થકતાઃ
૨૧ મી સદીમાં પણ સ્ત્રીઓ તેમના અઘિકારો માટે પડકારનો સામનો કરી રહી છે
ભારતમાં એક મહિલાને શિક્ષણનો ,વોટ આપવાનો અધિકાર અને મૌલિક અધિકાર છે.ધીરે ધીરે પરિસ્થિતિ બદલાઈ રહી છે.
વતૅમાન સમયમાં મહિલાઓ પ્રત્યે માનસિકતા બદલવિ જરૂરી
ભારતમાં આજે મહિલા આર્મી, એરફોર્સ, પોલીસ, આઈટી, એન્જિનીયરીંગ, દાક્તરી વગેરે જેવા ક્ષેત્રોમાં પુરુષો સાથે ખભેખભો મિલાવી રહી છે. માતા-પિતા હવે દીકરા- દીકરીમાં કોઈ ભેદભાવ રાખતા નથી, પરંતુ આ સમજ- વિચાર કેટલાક વર્ગ પૂરતો સીમિત છે.
વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન આપણી આગળ કેટલીક એવી મુસીબતો છે જેનો આપણે સામનો કરવાનો છે. આપણે સમજવું પડશે કે મુઠ્ઠીભર મહિલાઓના આગળ આવવાથી આખા નારી સમાજનું કલ્યાણ નહીં થાય, જો મહિલાઓને સશક્ત કરવી છે તો પહેલા સમાજે જાગ્રત બનવું પડશે. સાચા અર્થમાં મહિલા દિવસ ત્યારે જ સાર્થક થશે જ્યારે વિશ્ર્વભરમાં મહિલાઓને માનસિક અને શારીરિક રૂપે પૂરેપૂરી આઝાદી મળશે, જ્યાં તેમને કોઈ હેરાન નહીં કરે,જ્યાં તેમને દહેજની લાલચમાં જીવતી નહીં સળગાવે, જ્યાં કન્યાભ્રૂણ હત્યા કરવામાં નહીં આવે, જ્યાં બળાત્કાર કરવામાં નહીં આવે, જ્યાં તેને વાચવામાં નહીં આવે . સમાજના દરેક મહત્ત્વપૂર્ણ કાર્યને તેની નજરથી જોવામાં આવશે. તાત્પર્ય એ છે કે એમને પણ પુરુષની સમાન એક ઈન્સાન સમજવામાં આવશે.
સ્ત્રીનું સન્માન કરો માત્ર વાતો થી નહિ દિલથી પણ આપવું જોઈએ
ઘર-પરિવાર કે કુટુંબનો આધારસ્તંભ એક માતા, વહુ, દીકરી, બહેન છે અને એ દરેક પાત્રો એક મહિલા છે.આનંદ, આશ્ર્ચર્ય, ઈચ્છા, ધિક્કાર, પ્રેમ અને વિષાદ નામની છ વૃત્તિઓનો અનુભવ સ્ત્રી વિના ન થઈ શકે. એકમાત્ર સ્ત્રી જ પૃથ્વી પર સ્વર્ગ અને નર્કનો અહેસાસ કરવી શકે છે. એ આસ્તિકને નાસ્તિક અને નાસ્તિકને સ્વસ્તિક બનાવી શકે. સ્ત્રી તો સ્ત્રી છે. વિશ્ર્વમાં એકપણ એવું ક્ષેત્ર નથી જ્યાં વુમન્સની ભાગીદારી ન હોય.. દરેક ક્ષેત્રોમાં મહિલાઓ સર્વોપરી છે.
સ્ત્રીનું સન્માન કરો માત્ર વાતો થી નહિ દિલથી પણ આપવું જોઈએ. રસ્તે ચાલો ત્યારે સ્ત્રીને તમારી સામે જોઈ પોતાનો દુપટ્ટો કે પાલવ ના સરખો કરવો પડે એનું પણ ધ્યાન રાખો. દરેક સ્ત્રીમાં એક શક્તિ છુપાયેલી છે, પણ સમાજના સંબંધો સાચવવા સ્ત્રી પોતાની શક્તિને બહાર નથી લાવતી એ વાતનું ધ્યાન રાખવું સ્ત્રી સન્માન ની વાતો માત્ર કાગળ પર અથવા રાબ્દોમાં નહિ એને દિલથી અભિવ્યક્ત થવા દો. જો દરેક પુરુષ દિલથી સ્ત્રીને ઈજ્જત આપવાનું નક્કી કરે તો ગામડાના ખૂણા થી લઇને શહેરની મધ્યમાં સ્ત્રી પોતાનું માથું ઊંચું રાખી અને કરી શકશે.
આસી. પ્રો.ડો સચિન જે પીઠડીયા
G.E.S -Class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ
Home Vanchan Vishesh ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ મહિલા દિવસ ઉજવવામાંનું મહત્વ અને ક્યારે...