રાણપુરથી ભરવાડ સમાજનો સંઘે પગપાળા દ્વારાકા જવા પ્રસ્થાન કર્યું.

96

સંઘને રાણપુર બાલાજી મંદીરેથી સંતો મહંતોએ પ્રસ્થાન કરાવ્યું.
બોટાદ જીલ્લાના રાણપુર થી પગપાળા દ્વારાકા જવા રાણપુર ભરવાડ સમાજના સંઘને સવારે 7 કલાકે સંતો મહંતોએ બાલાજી મંદિરે ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં બાલજી મંદિરનાં યોગેશબાપુ, ગિરનારી બાપુ, રામજી મંદિરનાં મહંત કનૈયાલાલ મહારાજે આશીર્વાદ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

પ્રથમવાર ભરવાડ સમાજ દ્વારા આ 400 કિલોમીટર પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંઘ ફાગણ સુદ પૂનમના રોજ દ્વારાકા પહોચશે. આ પ્રસંગે રાણપુર ખાદી ગ્રામોદ્યોગનાં પ્રમુખ ગોવિંદસંગ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. આ સંઘનું આયોજન ગોવાળીયા ગ્રુપ અને ભરવાડ સમાજનદ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જેશાભાઈ પરમાર, બચુંભાઈ પરમાર, અરજણભાઈ સભાડ, રામજીભાઈ મીર, રામાભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ સંઘમાં નાના મોટા પુરૂષ, સ્ત્રી અને બાળકો સહીત 100 લોકો જોડાયા છે. અને આ સંઘ 11 દિવસે દ્વારકા પહોચશે.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleનરેન્દ્ર મોદીએ પુતિનને યુક્રેન સાથે સીધી વાતચીતનો આગ્રહ કર્યો