ફ્રાંસના રાષ્ટ્રપતિ મૈક્રોંની વિનંતીને માન આપીને રશિયાએ સીઝફાયરની જાહેરાત કરી : હ્યુમન કોરિડોર બનાવાશે
કીવ, તા.૭
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે ૧૨મો દિવસ છે ત્યારે સોમવારે રશિયાએ અમુક કલાકો માટે સમગ્ર યુક્રેનમાં સીઝફાયરની જાહેરાત કરી છે. સ્પુતનિકના અહેવાલ પ્રમાણે ૧૨ઃ૩૦ કલાકથી આ સીઝફાયરની શરૂઆત થશે. આ દરમિયાન યુદ્ધમાં ફસાયેલા લોકોને કાઢવા માટે હ્યુમન કોરિડોર બનાવવામાં આવશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોંની વિનંતીને માન આપીને રશિયાએ સીઝફાયરની જાહેરાત કરી છે. આ બીજી વખત છે જ્યારે રશિયાએ યુક્રેનમાં સીઝફાયરની જાહેરાત કરી છે. અગાઉ બે શહેરોમાં ૬ કલાક માટે સીઝફાયર લાગુ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ભારતીય નાગરિકોને નીકળવા માટે રસ્તો આપવામાં આવ્યો હતો. મારિયુપોલ, ખારકીવ અને કીવ ખાતે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે. એક અહેવાલ પ્રમાણે યુક્રેનના જીેદ્બઅમાં ૫૦૦ કરતાં પણ વધારે ભારતીયો ફસાયા છે અને તેઓ હાલ નીકળી શકવા માટે અસમર્થ છે. રશિયન સેના દ્વારા સીઝફાયરની જાહેરાત બાદ યુક્રેનમાં ફસાયેલા નાગરિકો ત્યાંથી નીકળી શકશે. રશિયાએ સુમિ માટે ૨ રસ્તા ખોલ્યા છે જે ભારતીયો માટે ઉપયોગી નીવડશે. પહેલો રસ્તો યુની-સુડઝા-બેલગોરોડમાંથી નીકળે છે જ્યારે બીજો રસ્તો સુમી-ગોલુબોવકા-રોમી-લોકવિસ્ટા-લુબને-પોલટાવાનો છે. સંયુક્ત રાષ્ટ્ર, ઓએસસીઈ અને આઈસીઆરસીને આ અંગે જાણ કરી દેવાઈ છે.