વિવિધા ગ્રુપ,ભાવનગર અને રાષ્ટ્રીય અંધજન મંડળ, ભાવનગર જિલ્લા શાખા દ્વારા ૫મી માર્ચ ૨૦૨૨ ને શનિવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના પટાંગણમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય મહેમાન તરીકે શહેરના પ્રથમ નાગરિક મહિલા મેયર શ્રી કીર્તિબેન દાણીધરિયા તથા અતિથી વિશેષ પદે દક્ષાબેન સૂચક,અરુણાબેન પારેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમાં જુદા-જુદા ક્ષેત્રોમાં પ્રેરણારૂપ કાર્ય કરનાર વિવિધા ગ્રુપની કુલ-૧૯ બહેનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.તે પૈકી પ્રજ્ઞાચક્ષુ કીર્તિદાબેન ભટ્ટ અને હેતલબેન બારૈયાનું અભિવાદન કરી તેમને સમાજની મુખ્ય ધારામાં સન્માનિત કરવાનો નવો દાખલો બેસાડ્યો છે.આ પ્રસંગે ગ્રુપ દ્વારા વિવધ કાર્યક્રમ જેવા કે કલાવૃંદની બહેનો દ્વારા વસંતના વધામણા,નાઈટેંગલ ગ્રુપની બહેનોએ પ્રચલિત ગરબો “હેલારો” તથા પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા “દેશ રંગીલા” નો ડાંસ,અને સ્પેશ્યલ ફેશનશો રજુ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરેલ સ્વર સામ્રાજ્ઞી લતામંગેશકરજીને ભાવાંજલિ માટે ગ્રુપના અભ્યો લતાબેન ઠાકર દ્વારા ગીત રજુ કરેલ.મંડળના ફાઉન્ડર મેમ્બર શ્રી રાગીણીબેન ગાંધી એ વિવિધા ગ્રુપનો પરિચય આપી ભાવી કાર્યક્રમોની વિગતો આપતા જણાવ્યું હતું કે આગામી સમયમાં બહેનોમાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને ભાવી પેઢીમાં સંસ્કારનું સિંચન કરવા વર્ષમાં એક વખત ગાયત્રી યજ્ઞ,તથા દરેક મીટીંગમાં ઋગ્વેદ,ગીતાનો પાઠ કરવો.કુદરતી ઉપચાર કેન્દ્રની મુલાકાત લઇ દવા વગરની દુનિયાનો પરિચય કરવો. તેમણે બહેનોને હવાઈ મુસાફરી કરાવવા પણ ઈરછાવ્યક્ત કરી,બહેનોને દુબઈ સુધી લઇ જવાનું સપનું વ્યક્ત કર્યું હતું.સાથે સાથે અંધ ઉદ્યોગ શાળાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણી દ્વારા તેમના પત્ની નીલાબેનની સ્મૃતિમાં હાજર રહેનાર તમામ બહેનોને પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ૪૫૦થી વધુ વ્યક્તિઓએ ભાવનગર માંથી ભાગ લીધેલ કાર્યક્રમની પૂર્ણાહુતીમાં દરેકને સ્વાદીષ્ટ ભોજનનો લાભ લીધેલ.કાર્યક્રમ નું સંચાલન અનિલભાઈ મહેતા (ભાગવત કથાકાર) દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અંધ ઉદ્યોગ શાળાનો સ્ટાફ,વિવિધા ગ્રુપના રાગીણી ગાંધી,નેહા કોઠારી,મૃણાલ શાહ તથા શિલ્પા કિકાણીનો ફાળો છે.