“ચાલો ગાંધીની આંગળીએ ગામડું જોવા” વિષય પર ઘોઘા તાલુકાના ત્રાંબક ગામે આયોજન કરવામાં આવ્યું
રાષ્ટ્રીય વિરાસત શાળા શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા-આંબલાની એન.એસ.એસ.ની ખાસ વાર્ષિક શિબિર ગત અઠવાડિયા દરમ્યાન “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “ચાલો ગાંધીની આંગળીએ ગામડું જોવા” વિષય પર ઘોઘા તાલુકાના ત્રાંબક ગામે આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો શુભારંભ દિગ્વિજયસિંહ તેમજ મહાવીરસિંહના વરદહસ્તે કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા ગ્રામ્ય આચાર્ય સંઘના પ્રમુખ ગોવિંદભાઈ બતાડા, ઘોઘા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બહેન મિતાબેન દુધરેજીયા, સરપંચ તેમજ કેન્દ્રવર્તી શાળાના આચાર્ય તેમજ આસપાસની શાળાના આચાર્યઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શિબિર દરમિયાન સ્વયં સેવક ભાઈ-બહેનોએ ગ્રામસફાઈ, ભીંતસૂત્રો, પ્રદર્શન, લોકસંપર્ક, શાળાના મેદાનમાં વૃક્ષારોપણ, જુદી જુદી સાંસ્કૃત્તિક અને મનોરંજક કૃતિઓની સાથે લોક ડાયરાનું આયોજન કરવામાં આવતાં ભાવનગરથી લાલજીભાઈએ લોક સાહિત્ય અને તુષારભાઈ ગોસ્વામીએ ભજનની રમઝટ બોલાવી હતી. તેમજ સર્વરોગ નિદાન કેમ્પમાં ૧૨૫ જેટલા દર્દીઓએ લાભ લીધી હતો, સમગ્ર શિબિર દરમ્યાન દરરોજ ૨.૩૦ થી ૫.૦૦ દરમ્યાન યોજાતા જ્ઞાનવર્ધક સંમેલનમાં શિબિરના મુખ્ય વિષય ઉપર અશોકભાઈ ડાભી (નિવૃત્ત શિક્ષક આંબલા), વિઠ્ઠલભાઈ સવાણી (નિવૃત્ત શિક્ષક સરદારનગર ગુરુકુળ), ભાનુભાઈ ભટ્ટ (નિવૃત્ત આચાર્ય આંબલા), જતીનભાઈ પટેલ (પ્રાથમિક શાળા શિક્ષક,જાળીયા) વગેરેએ ઉપરોક્ત વિષયના અનુસંધાને રસપ્રદ શૈલીમાં વક્તવ્યો આપ્યા હતા, એક દિવસીય માળનાથ મહાદેવના ડુંગરમાં ટ્રેકિંગ બાદ મંદિરની આસપાસની સફાઈ કરવામાં આવી હતી, આ શિબિર દરમિયાન વિજ્ઞાન સપ્તાહની ઉજવણી કરતાં વિજ્ઞાન નગરીની વાન દ્વારા આસપાસના ૧૨ ગામોમાં વિજ્ઞાન ગણિતના પ્રયોગો કરવામાં આવ્યા હતા. સમાપન કાર્યક્રમ ત્રાંબક ગામના સરપંચ દિનેશભાઈના અધ્યક્ષ સ્થાને યોજાતાં પ્રા.શાળાના આચાર્ય હિતેશભાઈએ સૌને આવકાર આપી શિબિરની પ્રવૃત્તિને બિરદાવી શાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, સમગ્ર કાર્યક્રમની આભારવિધિ મુકેશભાઈએ કરેલ. જ્યારે પ્રોગ્રામ ઓફિસર ગૌરાંગભાઈ, મુકેશભાઈ, સુરેશભાઈ અને રૂપાબેન સહિતના કાર્યકર્તાઓને શાળાના આચાર્ય વાઘજીભાઈ કરમટીયા શિબિરની સફળતા પૂર્વક યોજાઈ હતી.