કાગબાપુમાં એક નહિ અનેક વિવેક જણાયાનો ભાવ વ્યક્ત કરતાં બાપુ

97

કાગધામ મજાદર ગામે કવિ કાગબાપુ લોકસાહિત્ય સન્માન અર્પણ
કવિ દુલા ભાયા કાગની પુણ્યતિથિ પ્રસંગે કાગધામ મજાદર ગામે કવિ કાગબાપુ લોકસાહિત્ય સન્માન અર્પણ કાર્યક્રમમાં પ્રેરક મોરારિબાપુએ કાગબાપુમાં એક નહિ અનેક વિવેક જણાયાનો ભાવ વ્યક્ત કર્યો હતો. ફાગણ સુદ ચોથ રવિવારના દિવસે પદ્મશ્રી દુલા ભાયા કાગની પુણ્યતિથિ પ્રસંગે લોકસાહિત્યકાર મર્મીઓ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં મોરારિબાપુના હસ્તે સ્વર્ગસ્થ મેઘરાજભા ગઢવી, યશવંત લાંભા, ભાવનાબેન લાબડિયા, સંગીતાબેન લાબડિયા, ઈન્દુબેન પટેલ તથા મહેન્દ્ર ભાણાવત (રાજસ્થાન)ને કવિ ાગબાપુ લોકસાહિત્ય સન્માન (કાગ એવોર્ડ) અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે રાજીપો વ્યક્ત કરતા ઉદબોધનમાં કાગબાપુમાં એક નહિ અનેક વિવેક જણાયાનો ભાવ મોરારિબાપુએ વ્યક્ત કર્યો અને કહ્યું કે, વિનોદ વિવેક, વિદ્વત વિવેક, વિષય વિવેક, ખાનદાની વિવેક વગેરે વિવેક રહેલા હતા. કવિ મુક્ત હોવો જોઈએ તેમ પણ ઉમેર્યું. કંકુઆઈમાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ઉપક્રમમાં અગ્રણી વિદ્વાન વસંતભાઈ ગઢવીએ કવિ કાગની વાણી આજે પણ સાંપ્રત હોવાનું જણાવી કેટલીક રચનાઓ વર્ણવી હતી. કાર્યક્રમ સંકલન સંચાલનમાં રહેલા જાણિતા સાક્ષર બળવંતભાઈ જાનીએ મોરારિબાપુ પ્રેરિત આ સન્માન એ સમગ્ર સમાજ માટેનું ગણાવ્યું હતું. અંબાદાન રોહડિયાના સંકલન સાથે કાગ પરિવારના બાબુભાઈ કાગ તથા જયદેવભાઈ કાગે સૌને આવકાર્યા હતા. કાગધામ મજાદર ગામે બપોરના સમયે ‘કાગના ફળિયે કાગની વાતું…’ ઉપક્રમમાં યશવંત લાંબા તથા અનવર મીર દ્વારા કવિ દુલા કાગની સાહિત્ય પ્રસાદીનું રસપ્રદ વિવરણ રજૂ કર્યું હતું. સન્માન અર્પણ વિધિ બાદ અહીં કલાકારોએ પોતાનું લોકસાહિત્ય પીરસ્યું હતું.

Previous articleભાવનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
Next articleભણસાલીએ આલિયા ભટ્ટ અને દીપિકાની તુલનાનો ઈનકાર કર્યો