પરચૂરણની પ્રચંડ તાકાત!!

78

તમે ધણી વાર સાંભળ્યું હશે કે એક રૂપિયામાં શું આવે? જાણે કે રૂપિયાની જાદુઈ શક્તિ હણાઈ ન ગઇ હોય!! રાજા રજવાડાંમાં ગાડાના પૈડા જેવા રૂપિયાનો ઉલ્લેખ સાંભળ્યો હશે. રાણીછાપ રૂપિયાની આજે પણ તેના એક રૂપિયાના મૂલ્ય સામે અનેકગણી કિંમત આવે છે!!
પેલાંના સમયમાં મહેમાન આવે અને જાય ત્યારે નાના છોકરાને પાંચ પૈસાનો સિક્કો આપે તો જાણે કુબેરનો ખજાનો સાંપડ્યો હોય તેવો આનંદ આવતો. નાના છોકરા માટી કે પ્લાસ્ટિક કે ધાતુની પીગી બેંકમાં સિક્કા નોટ નાંખ્યા કરતાં જે સંકટ સમયે સાંકળનું કામ કરતા!!
આજે છોકરાને રૂપિયાનો સિક્કો આપો તો મોં મચકોડશે અને રૂપિયાનો સિક્કો પાછો આપશે!!
મંદિરની બહાર લાઇનમાં બેઠેલા અમીર ભિખારીઓ ભીખમાં અપસેટ પ્રાઇઝ એટલે કે તળિયાની ભીખ દસ રૂપિયાથી શરૂં કરે છે. સાબ ભૂખ્યો છું પિત્ઝા ખાવા સો રૂપિયા દેજો. ભગવાન તમને સુખી રાખશે!!!
એને કહેવાનું મન થાય કે રોજે રોજ પિત્ઝા હું પણ ખાતે નથી.
?આપણે નોટ પ્રેમી માણસો છીએ. તમે કદી ક્યાંય સાંભળ્યું કે એસીબીએ લાંચના છટકામાં લાંચ મની તરીકે પરચૂરણ કે ચિલ્લરનો ઉપયોગ કર્યો હોય. કામ વગરના કે બિનઉપયોગી માણસને ચિલ્લર તરીકે ગણીએ છીએ!!
નાની ખરીદી માટે પરચૂરણ શોધ્યું જડતું નથી બેકરી, કરિયાણા, મેડીકલ સ્ટોર કે મોલમાં ચિલ્લરને બદલે ચોકલેટ ધરાર આપે છે!!તમે મંદિરમાં જઇ શ્રધ્ધાપૂર્વક દર્શન કરી એર રૂપિયાનો સિક્કો ગોલકમાં નાંખો. ચમત્કાર? થઇ જાય. “ વત્સ” એમ સ્વયં પ્રભુ કહે. “ આજ્ઞા પ્રભો!” એમ કહીને અદબથી ઉભા રહો.
પ્રભુ ગોલકમાંથી તમારો રૂપિયો કાઢી તમને પરત કરે! પ્રભુ ઉવાચ વત્સ એક રૂપિયાની ખરીદ કિંમત માત્ર પંદર પૈસા છે. આટલા વળતરમાં તારે આલિયા ભટ જેવી પત્ની, અંબાણી જેવી કમાણી, એન્ટિલિયા જેવું અનિકેત, કુબેર જેવો ખજાનો,સ્વિસ બેંકમાં એકાઉન્ટ, યયાતિ જેવી યુવાની, ઉર્વશી-રંભા જેવી અપ્સરાનો સહવાસ મેળવવો મુશ્કેલ નહીં પણ નામુમકીન છે!!આ તારો રૂપિયોનોમંદિર બહાર બેઠેલો ભિખારી પણ હાથ ઝાલશે નહીં!!
ફૂલવાળા, કરિયાણાવાળા, પાનના ગલ્લાવાળાઓને રોજ પરચૂરણની લેવડદેવડ કરવી પડે. એ લોકો પરચૂરણ પૂરું પાડનાર પાસેથી સો રૂપિયાની નોટ આપીને નેવું રૂપિયાનું ચિલ્લર લે. ચિલ્લર આપનારો રૂપિયા દસનું કમિશન લે. એ કમિશન નોટ સ્વરૂપે વસૂલે કે સિક્કા સ્વરૂપે તે તપાસનો વિષય છે!! ડિજિટલ ટ્રાન્જેકશનમાં કેશબેક એ ક્યારેય કેશ સ્વરૂપે હોતી નથી કે બેક- પરત મળતી નથી!!
ઘણીવાર કેટલાક પરગજુ સ્વભાવના સજ્જનો ચૂંટણી લડવાની ડિપોઝિટની રકમ ચલણી સિક્કા સ્વરૂપે કોથળામાં લઇ જઇને ચૂંટણી અધિકારીના ટેબલ પર પછાડે! બધા કર્મચારી પરચૂરણ ગણે અને પછી ઉમેદવારી ફોર્મ સ્વીકારે!!
આ પ્રકારના નમૂના બેંકના લાખ રૂપિયાના સિક્કા લઇ જાય અને બેંકના બચત ખાતામાં જમા કરાવે. તમે બેંકોમાં રૂપિયા ગણવાના કે નોટ અસલી છે કે નકલી છે તેની ચકાસણી કરવા માટે મશીન હોય છે, પણ પરચૂરણ કે ચિલ્લર ગણવાના મશીન જોવા મળે તો મને જાણ કરજો!!!
તાજેતરમાં ચીનમાં એક વ્યક્તિ એક ટ્રકમાં લગભગ ૯૦૦ કિલો સિકકા લઇને પહોંચ્યો અને તેને મ્સ્ઉ કાર મળી. આ કારની કિંમત લગભગ ૫૦ લાખ રૂપિયા હતી, પહેલા તો આ કાર વિશે શોરૂમના માલિકને તે વ્યક્તિ વિશે સાંભળીને આશ્ચર્ય થયું. વ્યક્તિએ કારના શોરૂમના માલિકને ચિલરથી ભરેલો ટ્રક બતાવ્યો, કાર શોરૂમ માલિક સ્તબ્ધ થઈ ગયો. આ ૯૦૦ કિલો ચિલર જોઈને આશ્ચર્યચકિત થઈને શોરૂમના માલિકે કહ્યું કે હવે તમે મને કહો કે આપણે આટલા બધાં ચિલર કેવી રીતે લઈ શકીએ? જ્યારે આ ચીની વ્યક્તિએ કારના શોરૂમના માલિકને આટલા ચિલર લાવવાનું કારણ કહ્યું, તો માલિક પણ ઉંડા વિચારમાં પડી ગયો. તે ચીની વ્યક્તિએ કહ્યું કે મને નાનપણથી જ કારોનો શોખ છે, મોટા થયા પછી મારો આ શોખ વધતો ગયો. મારી મોટી ઇચ્છા હતી કે એક મોંઘી મ્સ્ઉ કાર હોય જેની કિંમત ૫૦ લાખ છે. હું આટલી મોટી રકમ ગોઠવવામાં અસમર્થ હતો તેથી મેં મારી સખત મહેનત કરી – મ્સ્ઉ કારના જથ્થામાં પાઇ ઉમેરી. તે કાર શોરૂમના માલિકના હૃદયને અસર કરી. તેને દયા આવી, આ ચીની વ્યક્તિની વાત સાંભળીને તે ઓગળી ગયો. આખરે શોરૂમના માલિકે ચીની વ્યક્તિને મ્સ્ઉ કાર આપવાની તૈયારી બતાવી. તેણે તરત જ બેંકના કર્મચારીઓમાંથી કેટલાક લોકોને સિક્કા ગણવા બોલાવ્યા. ચિલર્સની ગણતરીમાં, બેંકના ૧૧ કર્મચારીઓની મદદ લેવામાં આવી હતી, જેમણે દસ કલાકની મહેનતથી સિક્કા ગણતરી મશીનની મદદથી આ સિક્કાઓની ગણતરી કરી હતી. ૯૦૦ કિલો વજનવાળા આ સિક્કા ૧.૫ લાખ હતા. આખરે કાર રૂમના આખા સ્ટાફે, આ ચીની વ્યક્તિની દ્ર ીજિતાને માન આપતા, તેના સ્વપ્નની ચાવી એટલે કે બીએમડબ્લ્યુની ચાવી એક ગર્જનાત્મક વધામણીને આપી. તેણે ચાવી લીધી અને શરૂ કરીને ચાલ્યો ગયો.
લો હવે પરચૂરણની અપાર શકિત વિશે કંઇ કહેવા જેવું ખરૂં ?
– ભરત વૈષ્ણવ

Previous articleજગતનું અર્થશાસ્ત્ર…..ભણતર ટૂંકું પડ્યું.॥
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે