ઘણા દેશોને ડર છે કે યુક્રેન અને રશિયા વચ્ચે સતત ૧૩ દિવસથી ચાલી રહેલું યુદ્ધ વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે
કિવ, તા.૮
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે ૧૩ મો દિવસ છે. યુક્રેન પર રશિયા સતત હુમલા કરી રહ્યું છે, જ્યારે યુક્રેન પણ રશિયાને જડબાતોડ જવાબ આપવાનો દાવો કરી રહ્યું છે. ઘણા દેશોને ડર છે કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. યુદ્ધના કારણે ઘણા દેશોના નાગરિકો યુક્રેનમાં ફસાયેલા છે. ભારત પોતાના નાગરિકોની વાપસી માટે ઓપરેશન ગંગા ચલાવી રહ્યું છે. રશિયા યુક્રેન યુદ્ધના ક્ષણ ક્ષણ અપડેટ્સ અહીં જાણો. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા આજે (મંગળવારે) તુર્કીમાં મળશે. બંને નેતાઓ તુર્કીમાં બેઠક કરશે. તુર્કીએ આશા વ્યક્ત કરી છે કે યુદ્ધનો અંત આવશે.