સાળંગપુર હનુમાનજી મંદિરે ફિલ્મ અભિનેતા અને ડાયરેક્ટર મહેશ માંજરેકર પરિવાર સાથે આવી પહોંચ્યા

65

બોટાદ જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે ફિલ્મ અભિનેતા અને ડાયરેક્ટર મહેશ માંજરેકર પત્ની સાથે આવી પહોંચ્યા હતા. સંતોએ તેમનું સ્વાગત કર્યુ હતું. સાળંગપુર મંદિરે મહેશ માંજરેકરે પરિવાર સાથે હનુમાનજીના દર્શન કર્યા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરે પ્રથમ વખત પધારેલા ફિલ્મ અભિનેતા અને ડાયરેક્ટર મહેશ માંજરેકર પત્ની સાથે હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે મહેશ માંજરેકરે જણાવ્યું હતું કે, ઘણાં સમયથી દાદાના દર્શનાર્થે આવવાની ખૂબ જ ઈચ્છા થતી હતી. ત્યારે આજે દાદાના દર્શન કરી આ ઈચ્છા પૂર્ણ થઈ છે. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામી તેમજ મંદિરના સંતો દ્વારા વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. અભિનેતા મહેશ માંજરેકર દબંગ, બોડીગાર્ડ, રન, શૂટ આઉટ એટ વડાલા સહિત અનેક હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

Previous articleભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે નવા એક કેસ નોંધાયો
Next articleભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે સાઈબર ક્રાઈમ અને ટ્રાફિક અવેરનેસ અંગે સેમીનાર યોજાયો