ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે સાઈબર ક્રાઈમ અને ટ્રાફિક અવેરનેસ અંગે સેમીનાર યોજાયો

86

એ.એસ.પી. જીતેન્દ્ર અગ્રવાલે વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપ્યું : સાઈબર ક્રાઈમથી બચવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માર્ગદર્શન અપાયું
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે આજરોજ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે પોલીસ પ્રજાની મિત્ર છે તે અંગેનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. આજનો આધુનિક યુગમાં સોશ્યલ મીડિયાનો જમાનો છે. આજની યુવા પેઢી સોશ્યલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરે છે. જેથી સાઈબર ક્રાઈમનું જોખમ રહે છે ત્યારે સાઈબર ક્રાઈમના ભોગથી બચવા અને ટ્રાફિક અવેરનેસ અંગે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આજકાલ સોશ્યલ મીડિયાનો જમાનો છે. લોકો સોશ્યલ મીડિયાનો ખુબ ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત તમામ બેન્કિંગ વ્યવહાર પણ ઓનલાઈન કરવામાં આવતા ઓનલાઈન નેટ બેન્કિંગના વ્યવહારો ખુબ વધ્યા છે. તેમાં પણ ખાસ કરીને વૈશ્ચિક મહામારી કોરોનાને કારણે નેટનો વપરાશ પણ ખુબ વધ્યો છે. પોલીસ પ્રજાની મિત્ર છે તે અંગેના સેમિનારમાં ઉપસ્થિત ભાવનગરના એ.એસ.પી. જીતેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, આજના સમયમાં વિદ્યાર્થિનીઓએ ખુબજ સચેત રહેવાની જરૂર છે. સમયની સાથે ચાલવું જરૂરી છે પરંતુ આપણે કોઈ જગ્યાએ આ આધુનિક ઉપકરણોમાં ફસાઈ ના જાય તેની જાગૃતિ રાખવી ખુબ જરૂરી છે. એવા અસંખ્ય કિસ્સાઓ છે કે જેમાં વિદ્યાર્થિનીઓ કોઈ ને કોઈ માધ્યમથી તેની ભોગ બની હોય અને તેનું ગંભીર પરિણામ ભોગવવું પડે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તમારી સાથે કોઈપણ આવી બાબત બને તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. આ ઉપરાંત ટ્રાફિકના પણ નિયમો છે અને તે નિયમોનું કેવી રીતે પાલન કરવું જરૂરી છે તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ સેમીનારમાં ભાવનગરના એ.એસ.પી. જીતેન્દ્ર અગ્રવાલ, ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર, સાઈબર ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર આઈરાવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસાળંગપુર હનુમાનજી મંદિરે ફિલ્મ અભિનેતા અને ડાયરેક્ટર મહેશ માંજરેકર પરિવાર સાથે આવી પહોંચ્યા
Next articleઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી