તા.૮-૩-૨૧,મંગળવારના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ?રોજ જ્ઞાનગુરૂ વિદ્યાપીઠ,સાગવાડી ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં અલગ-અલગ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા.કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી. આમંત્રિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરવામા આવ્યું.
રેણુકાબેને ઉપસ્થિત મહિલા મહેમાનોનુ સ્વાગત અને પરિચય કરાવ્યો.ચંદ્રિકાબેને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નો પરિચય આપ્યો.માનસીબેને ઉપસ્થિત સંગઠનના હોદ્દેદારોનો પરિચય કરાવ્યો.
સન્માનિત મહિલાઓએ મહિલા સશક્તિકરણ માટે પોતે કરેલ કાર્ય થકી સુંદર વાતો રજૂ કરી. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મીતાબેન દુધરેજીયા- ્ઁર્ઈં(ઘોઘા) એ મહિલા સશક્તિકરણની વાત અને પુરુષોએ વ્યસનમુક્ત તેમજ બહેનોએ ફેશન મુક્ત થવાની વાત કરી હતી.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સમાજમાંથી અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને સન્માનિત કરવાના કાર્યને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. ગીતાબેન વાઘેલા( ૪૦ વર્ષની ઉંમરે વિધવા થયેલા ત્યારબાદ તડકા છાયા માંથી પસાર થતા આડોશ-પાડોશમાં સોસાયટીમાં વિધવા બહેનોને પેન્શનના ના ફોર્મ ભરવામાં મદદ કરાવી અને વિધવા બહેનોને મળતી અન્ય સહાય મેળવવા મદદરૂપ થવાનું અનેરૂ કાર્ય કરે છે),ડો.જૈવિકાબેન પ્રજાપતિ એ એમ.બી.બી.એસ પૂરું કરી તરત કોરોનાની મહામારી માં ધાનેરા ખાતે ખૂબ જ નીડરતાથી દર્દીઓની સેવા કરી,અલ્પાબેન બારૈયા ભુંભલી નજીક આવેલા નાના એવા રામપર ગામમાંથી મહિલા કોલેજમાં અભ્યાસ કરે છે સાથે યુનિવર્સિટી માં વુમન ક્રિકેટ ટીમમાં સદી ફટકારીને પ્રથમ મહિલા ક્રિકેટર તરીકે ભાવનગર નું ગૌરવ પ્રાપ્ત કરેલ છે. તૃપ્તિ બા ગોહિલ( આર્મીમાં ફરજ બજાવતા સૈનિક ના ધર્મપત્ની છે પોતાના પતિ દેશના રક્ષણ માટે જતા હોય ત્યારે ઘરે રહેલી સ્ત્રીને કેટલી અગવડતા પડે એતો સૈનિક પત્ની જાણી શકે) ,જયશ્રીબેન ભૂત ધાર્મિક સંસ્થાઓ દ્વારા નાની-નાની બાલિકાઓને ધર્મ પ્રત્યે વાકેફ કરે છે અને પર્યાવરણનું રક્ષણ કરવા માટેની સમજ આપે છે,રેલવે સ્ટેશન ઉપર કુલી તરીકે કાર્ય કરતા મહિલા શક્તિ કદાચ ભાવનગર રેલવે સ્ટેશન પર જોવા મળશે જે ખરેખર બહેનો ને બિરદાવવા લાયક છે એવા કુલી બહેનો નું સન્માન આ સૌ મહિલાઓનું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંગઠનના દરેક ભાઈઓ નો ખુબ જ ફાળો રહ્યો માતૃશક્તિ શ્રી રેણુકા બેન પ્રજાપતિ- પ્રાથમિક સંવર્ગ અને ચંદ્રિકાબેન ચૌહાણ- માધ્યમિક સંવર્ગ એ કાર્યક્રમનું સંચાલન કર્યું. માનસીબેન ત્રિવેદી, વૈશાલીબેન ઓઝા તેમજ સંગઠનની અન્ય માતૃશક્તિ નો પણ ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો તથા જ્ઞાનગુરુ વિદ્યાપીઠ પરિવાર અને શિક્ષિકાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી શ્રી મહેશભાઈ મોરી,ભાવનગર જિલ્લાના માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ સંજયભાઈ ભટ્ટ,પ્રાથમિક સંવર્ગના જિલ્લા અને પ્રાંત મંત્રી રાજેન્દ્રસિંહ સોલંકી,માધ્યમિક સંવર્ગના જિલ્લા અને પ્રાંત મંત્રી તરૂણભાઈ વ્યાસ,ભાવનગર વિભાગ સંગઠનમંત્રી મુકેશભાઈ પનોત,ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના શહેર અધ્યક્ષ કાન્તિભાઈ ગઢવી,સરકારી માધ્યમિક અધ્યક્ષ સત્યજીતભાઈ પાઠક,શહેરના પ્રચાર મંત્રી શ્રી ભરતભાઈ ભટ્ટ,આચાર્ય સંવર્ગના હિતેષભાઇ ગોહિલ,આતંરિક ઓડિટર એન.સી.ગોહિલ, શૈલેષભાઈ દવે,ઘોઘા માધ્યમિક અધ્યક્ષ પ્રાગજીભાઈ પરમાર,પ્રાથમિક શહેર કાર્યાલય મંત્રી ડો.રણજિતસિંહ ચૌહાણ, માધ્યમિક ઉપાધ્યક્ષ બાબુભાઈ કાતરીયા,પ્રાથમિક જિલ્લા કોષાધ્યક્ષ મહેન્દ્રભાઈ, શહેર સંગઠનમંત્રી પ્રવિણભાઇ, મનિષભાઇ વિંઝુડા એ પ્રોત્સાહિત હાજરી આપી હતી.