સ્ત્રી કે જે શક્તિ સ્વરૂપા છે અને અન્નપૂર્ણા પણ છે તે કોઈપણ સંજોગો અને આ સ્થિતિમાં પરિવારનું ભરણપોષણ કરવા સક્ષમ અને તત્પર હોય છે. રસોડામાં ગેસ કે માઈક્રોવેવમાં રાંધીને રોજ જમાડતી માતા પત્ની બહેન કે દીકરી કશું રાંધ્યા વગર પણ સૌને જમાડી શકે છે તે વાત ૭૫ ગાઈડ બહેનોએ પુરવાર કરી બતાવી. ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા વર્લ્ડ વુમેન્સ ડે ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આઠમી માર્ચે રવેચી ધામ મંદિર પરિસરમાં નોન ફાયર કુકિગ, હાઈક અને જીવન ઘડતરનો આ કાર્યક્રમ યોજાયો હતો ૭૫ ગાઈડ બહેનોએ ૩૦થી વધુ વાનગીઓ નોન ફાયર એટલે કે અગ્નિના ઉપયોગ વગર બનાવી અને સહુ સાથે મળીને ખાધી પણ હતી. આ ઉપરાંત ચાર કિલોમીટરની હાઈક પણ તેમણે માણી હતી અને ભૂમિ સંકેતના આધારે માર્ગ શોધવાનો આનંદ પણ તેમણે લીધો હતો. આ કાર્યક્રમમાં કોર્પોરેટર ઉષાબેન બધેકા શિક્ષણ સમિતિ ચેરમેન શિશિરભાઈ ત્રિવેદી, ડો નલિનભાઈ પંડીત,સી આર સી સુરેશભાઈ સહિતનાએ શુભેચ્છા પાઠવીહતી અને મુલાકાત લઈ બહેનોને પ્રોત્સાહિત કરી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ગાઈડ કમિશનર દર્શના બેન ભટ્ટ, કાજલબેન પંડ્યા, અલ્પાબેન જાની, વિગેરે જહેમત ઉઠાવી હતી.