એબી ડિવિલિયર્સ બનશે આરસીબીના મેન્ટર, નવી સિઝનમાં ફાફ ડુપ્લેસીસ બની શકે છે ટીમનો કેપ્ટન!

59

નવીદિલ્હી,તા.૯
ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલાં રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરની ટીમ મોટી જાહેરાત કરવા જઈ રહી છે. ૧૨ માર્ચે આરસીબી તરફથી નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવશે. વિરાટ કોહલીએ ૨૦૨૧ની આઈપીએલ પછી કેપ્ટનશીપ છોડી દીધી હતી અને હવે ટીમને નવા લીડરની જરૂરિયાત છે. તેની વચ્ચે સમાચાર છે કે સાઉથ આફ્રિકાના લેજન્ડ એબી ડિવિલિયર્સ આ સિઝનમાં રોયલ ચેલેન્ઝર્સ બેંગલોરના મેન્ટર બની શકે છે. ડિવિલિયર્સે આ વર્ષે જાહેરાત કરી શકે છે કે તે હવે લીગ ક્રિકેટ પણ નહીં રમે પરંતુ કોઈને કોઈ રીતે આરસીબીની સાથે જોડાયેલો રહેશે.
આરસીબીએ પોતાના ટિ્‌વટર હેન્ડલથી અનેક તસવીરો શેર કરી છે. જેમાં ૧૨ માર્ચે થનારી અનબોક્સિંગ વિશે જણાવ્યું છે. તેમાં નવા કેપ્ટનનું નામ પણ જોડાયેલું છે. માનવામાં આવી રહ્યું છે કે સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુપ્લેસીસને આરસીબી પોતાનું કેપ્ટન બનાવી શકે છે. વિરાટ કોહલીએ યૂએઈમાં રમાયેલ આઈપીએલ ૨૦૨૧ની બીજી લીગમાં જાહેરાત કરી દીધી હતી કે કેપ્ટન તરીકે તેની આ છેલ્લી સિઝન હશે. વિરાટ કોહલીએ તે સમયે ભારતીય ટીમની ટી-૨૦ ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી હતી. હવે વિરાટ કોહલી એકપણ ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન નથી.ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જો ફાફ ડુપ્લેસીસનો રેકોર્ડ જોઈએ તો તેણે સૌથી વધારે સમય ચેન્નઈ સુપર કિંગ્સ સાથે પસાર કર્યો છે. આઈપીએલની કારકિર્દીમાં ફાફ ડુપ્લેસીસે કુલ ૧૦૦ મેચ રમી છે. તેમાં તેના નામે ૨૯૩૫ રન છે. ફાફના નામે ૨૨ અર્ધસદી છે. જ્યારે તેની એવરેજ ૩૪.૯૪ની રહી છે.

Previous articleકપિલનો શો અન્ય કારણોસર શૉ છોડ્યો : અલી અસગર
Next articleવેફર પર સેનેટાઈઝર છાટી તેને આરોગી ખુદના સેમ્પલથી નેગેટીવ કોરોના રીપોર્ટ કરનાર પરોપકારી પર આફત!!!