સાયન્સ ફેરમાં પણ તેમની કૃતિ રાજ્ય કક્ષા માટે પસંદ થઈ હતી
ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2021-22 માં શ્રી મોટાસુરકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લાનું ગૌરવ વધાર્યુ હતું. વિદ્યાર્થીઓએ વિભાગ-3. સોફ્ટવેર અને એપ્સની કૃતિ – EduChamp -The Kids Creation જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2021-22 માં શ્રી મોટાસુરકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વિભાગ – 3 સોફ્ટવેર અને એપ્સમાં જેની કૃતિ એજયુ. એપ્સ(Edu. apps) જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યું છે અને હવે રાજ્ય કક્ષાએ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ કાઠિયા અંશરાજ રામસંગભાઈ અને ગોહિલ હિતેશ કિરીટભાઈએ 15થી વધારે શૈક્ષણિક એપ્લિકેશનનું નિર્માણ કર્યું છે. જેમાં હાલની ટેકનોલોજી દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે છે. શ્રી મોટાસુરકા પ્રા. શાળાના ઈનોવેટિવ અને ICTમાં કામ કરતાં ગણિત-વિજ્ઞાનના શિક્ષક નિરવ ચૌહાણે શાળાના બાળવૈજ્ઞાનિકોને માર્ગદર્શન પૂરું પાડીને સતત 7 વર્ષથી જિલ્લા કક્ષામાં સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ વર્ષે યોજાયેલા સાયન્સ ફેરમાં તેમની કૃતિ રાજ્ય કક્ષા માટે પસંદ થઈ હતી. આ તકે શાળાના આચાર્ય અને તમામ સ્ટાફમિત્રો તેમજ સિહોર તાલુકાના BRC અને ક્લસ્ટર કક્ષાના CRCનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.