ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડ સામે આવેલા મેયરના વોર્ડના ફુલસર વિસ્તારમાં ૮૦ જેટલા પરિવારો ઘર વિહોણા

81

પરિવારોને મકાન બનાવી દેવાની જાહેરાત કર્યા બાદ પણ કામગીરી શરૂ ન કરાઇ
ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડ સામે આવેલા ફુલસર વિસ્તારમાં ૮૦ જેટલા પરિવારોના મકાનો મહાનગરપાલિકા દ્વારા રોડ પહોળો કરવાની કામગીરીને લઇને તોડી પાડવામાં આવ્યા હતા. તેની જગ્યાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ પરિવારોને મકાન બનાવી દેવાની જાહેરાત કરી હતી. દોઢ વર્ષ જેવો સમય વિતવા છતાં મકાનની કામગીરી શરૂ કર્યા બાદ જેમની તેમ મૂકી દેવામાં આવતા મકાનનો બનાવવા માટે વપરાયેલા લોખંડમાં કાંટ થઇ જવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નહી કરાતા લોકોમાં રોષ ફેલાયો હતો.

ભાવનગર શહેરમાં વિકાસના કાર્યોને લઇને શહેરના રોડ રસ્તાઓ પહોળા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ની સામે આવેલા ફુલસર વિસ્તારમાં વસતા ૮૦ જેટલા પરિવારો ના મકાનો મહાનગરપાલિકા દ્વારા તોડી અને તેની જગ્યા પર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો આપવાની જાહેરાત કરી હતી. જે અંગે સ્થાનિક લોકોએ સ્વેચ્છિક પોતાના મકાનો રસ્તો પહોળો કરવા દૂર કરી દીધા હતા અને મહાનગરપાલિકા દ્વારા તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સમાવેશ કરી નવા મકાન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ મકાન બનાવવાની કામગીરી શરૂ થવા બાદ માત્ર ખાડો બનાવી તેમાં સ્ટીલના સળિયા લગાવી કોઈ કારણોસર કોન્ટ્રાક્ટર દ્વારા કામ અધૂરું છોડી દેવાયું હતું. અને આજે દોઢ વર્ષ વીતવા છતાં આવાસ યોજનાના મકાનો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. આવાસ યોજનાના મકાનો બનાવવા માટે ખાડો કરી લગાવવામાં આવેલો સ્ટીલ પણ સળવા લાગ્યું છે. લોખંડના સળિયામાં કાંટ બેસતો જાય છે. બીજી તરફ પોતાના મકાનો ને દૂર કરી અન્ય જગ્યાઓ પર રહેતા મકાન ધારકોને પાણી અને ડ્રેનેજ જેવી સુવિધાનો પણ અભાવ પડી રહ્યો છે.
આ વિસ્તાર ભાવનગર મહાનગરપાલિકાના મેયર નો વિસ્તાર છે ત્યારે આ અંગે લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં છેલ્લા દોઢ વર્ષથી હેરાન પરેશાન થતાં લોકોની મુશ્કેલી અંગે મહાનગર પાલિકા દ્વારા કોઈ નિરાકરણ નહી લાવતા લોકોમાં રોષ ફેલાયો છે અને જો ઝડપથી મકાન બનાવવાની કામગીરી શરુ નહી કરાય તો કોંગ્રેસ આગેવાનો દ્વારા લોકોને સાથે રાખી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Previous articleભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની ઉજવણી કરાય
Next articleતણસા કન્યાશાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત વિવિધ વેશભૂષા, અભિનય, અને મહાપુરુષો ની ઝલક રજૂ કરાયેલ