આજરોજ તણસા કન્યાશાળામાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત ગુજરાત અને છતિસગઢ વિવિધ ઝલક વેશભૂષા પહેરવેશ ભાષા વગેરેનું આદાન-પ્રદાન તથા ગુજરાત ના વિદ્યાર્થીઓને છત્તીસગઢ સંસ્કૃતિ વિશે ખ્યાલ આવે તે માટે શાળામાં વેશભૂષા, અભિનય, છત્તીસગઢ નૃત્ય, ગુજરાતી નૃત્ય ગુજરાતના અને છત્તીસગઢના વિવિધ મહાપુરુષો ની ઝલક દીકરીઓ દ્વારા સુંદર રીતે રજૂ કરાયેલ. શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષક શીતલબેન તથા શાળાના આચાર્ય અલ્પાબેન ત્રિવેદી તથા સમગ્ર સ્ટાફ ના સહયોગથી કાર્યક્રમ સારી રીતે યોજાઈ ગયો.
રિપોર્ટ મૂળશંકર જાળેલા…