આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં મહિલાઓના હસ્તે નવનિર્મિત ઘાંઘલી સબ સેન્ટરનું લોકાર્પણ

68

મહિલા દિવસને અનુલક્ષીને તાલુકા આરોગ્ય અધિકારી ડો. મનસ્વીનીબેન માલવિયા અને આશા બહેનો દ્વારા રીબીન કાપી નવનિર્મિત સબ સેન્ટરને લોકસેવા માટે ખુલ્લું મુકાયું
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી હતી. તે અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી, સિહોરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઘાંઘણીના મકાનનું ઉદઘાટન પણ મહિલાઓના હસ્તે કરવામાં આવ્યું હતું. ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા મહિલા દિવસને અનુલક્ષીને સ્તુત્ય પગલું લેતાં કોરોના કાળમાં પણ પોતાના જાનના જોખમે કાર્ય કરનાર મહિલા આરોગ્ય કર્મીઓનું તેમના હસ્તે જ લોકાર્પણ કરીને એમ નવો જ ચીલો ચાતર્યો છે. જે અંતર્ગત ગઇકાલે મહિલા તાલુકા આરોગ્ય અધિકારી એવાં ડો. મનસ્વીનીબેન માલવિયા અને આશા બહેનો દ્વારા રીબીન કાપી નવા સબ સેન્ટરને ખુલ્લું મુકાયું હતું. કોવિડમાં શ્રેષ્ઠ રસીકરણ કામગીરી કરનાર મહિલા કર્મચારીઓને જિલ્લા મેલેરીયા અધિકારી ડો.બી.પી. બોરીચાના હસ્તે આ અવસરે સન્માનિત કરી મહિલા દિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી. કોવિડ રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શ્રદ્ધાબેન જોશી (સણોસરા), જલ્પાબેન પટેલીયા (સોનગઢ), અને ગીતાબેન રાઠોડ (અર્બન શિહોર)ને ભોળાભાઈ ચુડાસમાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય મંગુબેન, તાલુકા સદસ્યશ્રી ચંદુભાઈ ગોહિલ, માજી સરપંચ અનિલભાઇ ત્રિવેદી, દુલાભાઈ ડાભી, નીતિનભાઇ પટેલ, કનુભાઈ ગોહિલ, મેડિકલ ઓફિસર ડો. દર્શનભાઈ ઢેઢી, ડો. રૂપલબેન વૈષ્ણવ, હસુમતીબેન ગોહિલ સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleઆત્મનિર્ભર ગુજરાત ગૌરવ એવોર્ડ મેળવી ભાવનગર જિલ્લાનું ગૌરવ વધારતાં પાર્શ્વ ગાયક જયદેવ ગોસાઇ
Next articleગધેડીયામાં રોડ સાઇડ બાળકેળવણી આપનાર પ્રિયાબા જાડેજાનું ભાવનગર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સન્માન